ઉના સીમર ગામે આવેલ આશ્રમની સામેના ભાગે બે વચ્ચે દીપડાના ઇન્ફાઇટમાં એક દિપડાનું મોત નિપજ્યું હતું. જેની જાણ લોકોને થતાં વનવિભાગને કરવામાં આવેલ વનવિભાગનો સ્થળ ઘટનાં સ્થળે દોડી જઇ મૃતદેહનનો કબ્જો લઈ પી એમ અર્થે જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો…
ઉના સીમર ગામે આવેલ જગજીવન બાપુના આશ્રમની સામેના ભાગે આવેલ આશ્રમની ખુલ્લી જગ્યા વહેલી સવારે બે દિપડા વચ્ચે ઇન્ફાઇટના કારણે એક દીપડાનું મોત નિપજ્યું હતું. વહેલી સવારે આ દીપડાનો મૃતદેહ જીવા મળતાં તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવતા જસાધાર રેન્જનો સ્થળ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ. અને આ દીપડાના ગાળાના ભાગે ઇજાના નિશાન જોવા મળતા વનવિભાગ દ્વારા દીપડાના મૃતદેહનો કબ્જો લઈ જશાધાર એનિમલ કેર સેન્ટરમાં પી એમ અર્થે ખસેડવામાં આવેલ હતો. આ દીપડાનાંનું મોત ઇન્ફાઇટના કારણે થયુ હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવેલ હતું. મૃતક દીપડાની ઉંમર 0 થી 1 વર્ષ સુધીની હોવાનું વનવિભાગ દ્વારા જાણવા મળેલ. આ દીપડાનાં મોતની જાણ ગામ લોકોને તથા આજુબાજુમાં થતા લોકોનાં ટોળેટોળા ઘટનાં સ્થળે ઊમટી પડયા હતા

