અલ્લારખા પર ૨૦ હજારનું ઇનામ જાહેર કરાયું હતું
સુરત,
સુરત પોલીસે ગુજસીટોક ગુનાનાં આરોપીને ઝડપી લીધો છે. નાનપુરા વિસ્તારમાંથી ક્રાઇમબ્રાંચે અલ્લારખા શેખની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે અલ્લારખા પર ૨૦ હજારનું ઇનામ જાહેર કરાયું હતું. અલ્લારખા સજ્જુ કોઠારી ગેંગનો સાગરીત હતો જે એક હિસ્ટ્રીશીટર હોવાના કારણે પોલીસ તેને શોધી રહી હતી. ગુજરાતમાં ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ ટેરરિઝમ બિલ પહેલા ગુજકોક અને હવે ગુજસિટાલક તરીકે લાગુ કરવામાં આવી છે.
આ કાયદો મહારાષ્ટ્રના મકોકાની તર્જ પર બનાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મકોકા કાયદા બાદ ગુજરાત આતંકવાદ વિરોધી કાયદો ધરાવતું બીજું રાજ્ય બન્યું છે. આ કાયદાને ઘણા સમય બાદ મંજૂરી મળી છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ૨૦૦૩માં ગુજરાત વિધાનસભા દ્વારા આ બિલ પ્રથમ વખત પસાર કરવામાં આવ્યું હતું.

