Gujarat

ઉના શહેરની ખાઈ બજારમાં બંધ પાનની કેબીનમાં અચાનક કોઈ કારણોસર શોર્ટ સર્કિટ સર્જતા લાગી આગ…જૂનો માલસામાન બળીને ખાક.. નગર પાલિકા ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લીધી

ઉના શહેરની ખાઈ બજારમાં છેલ્લાં એકાદ વર્ષથી બંધ હાલતમાં રહેલ પાનની કેબીનમાં અચાનક કોઈ કારણોસર શોર્ટ સર્કિટ સર્જતા કારણે આગ લાગતાં જૂનો માલસામાન બળીને ખાક થઈ ગયો હતો.
શહેરની ખાઈ બજારમાં શોભરાજ વિશનદાસ ભીમાણીની બંધ કેબિન આવેલ હોય આ કેબિનમાં વહેલી સવારે કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. આગના લીધે ધુમાડાના ગોટેગોટા ફેલાતા આજુબાજુ માંથી પસાર થતાં લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. અને લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયેલ અને આ અંગેની જાણ નગર પાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણીયાને કરતા ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ હતા.
અને આગમાં લપેટાઈ ગયેલ કેબીનનું શટર તોડી અંદર લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી જેથી આજૂબાજૂની દુકાનદાર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે કેબિનમાં રહેલ જૂનો માલસામાન અને કબીન સહીત બળીને ખાક થઈ ગયેલ. જોકે કોઈ જાનહાની થઈ ન હતી. અને દુકાન અને માલસામાનને નુક્સાન થયું હતું.

IMG-20231223-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *