Gujarat

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે છોટાઉદેપુર તાલુકાના હરવાંટ  ગામે પહોંચ્યો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા

 વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર દેશના આદિવાસી જિલ્લાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશેની જાણકારી અને લાભ પહોંચાડવા અને જન જન ને જાગૃત કરી આ અભિયાનમાં સહભાગી બનવાની હાકલ કરવાના ઉદ્દેશ્યથી વિકસીત ભારત સંકલ્પ યાત્રા રથ દેશના તમામ આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરી રહ્યો છે ,ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી બાહુલ ધરાવતા એવા છોટાઉદેપુર તાલુકાના હરવાંટ ગામે આજે સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો,જેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા અને ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત હરવાંટ ગામના સામાજિક આગેવાન ઈર્શાદભાઈ પટેલ, ગામના ડેપ્યુટી સરપંચ મુકેશભાઈ રાઠવા, ગામના તલાટી વિક્રમભાઈ ચૌહાણ, સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા  સહિત મહાનુભાવોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારીની વિવિઘ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા . સાથે વિવિઘ યોજનાના લાભાર્થીઓને વિવિઘ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.

20231223_153056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *