Gujarat

પૂજ્ય શ્રી મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે યોજાશે

સાવરકુંડલા લાલધામ ગૌશાળા ખાતે ત્રિવિધ મહોત્સવ
સાવરકુંડલા ગિરધર વાવ નજીક આવેલ શ્રી લાલધામ ગૌશાળા ખાતે તારીખ ૧૧/૦૧/૨૦૨૪, ગુરુવારના રોજ  બ્રહ્મલિન સતગુરુશ્રી પ . પૂ. હસુબાપુની નિર્વાણ તિથિ નિમિત્તે અને લાલધામ આશ્રમના નવનિર્મિત  ગૌશાળાના લાભાર્થે સંતવાણી, જમા જાગરણ પાટોત્સવ તથા ભગવાનશ્રી રામદેવજી મહારાજ તેમજ ભક્ત શિરોમણી ડાલીબાઇ માતાજી મંદિરનું ખાતમુર્હુત વિશ્વ વંદનીય સંતશ્રી મોરારીબાપુનાં હસ્તે તથા પ્રેરણાધામ આશ્રમના મહંતશ્રી લાલજી મહારાજનાં સાનિધ્યમાં યોજાશે. આ મહોત્સવમાં  પૂજ્ય મોરારીબાપુ આશીર્વચન આપશે તથા ગિરનાર સિદ્ધ ભૂમિ પ્રેરણા ધામના ગાદીપતિ અને મહંતશ્રી લાલજી મહારાજ સહીત અનેક સંતો મહંતો અને જતી સતી ગુરુવચનને વરેલા પ્યારા આત્માઓ  હાજર રહેશે. જ્યારે આ નિમિતે યોજાયેલ સંતવાણી કાર્યક્રમમાં સાધ્વી પૂ. જયશ્રી દાસજી માતાજી અને લોકસાહિત્યકાર રમેશભાઈ મકવાણા ભજન અને લોકસાહિત્ય રજૂ કરશે.  આ સમગ્ર કાર્યક્રમને લઇ લાલધામ આશ્રમના વિશાળ સેવકગણોમાં અનેરો થનગનાટ જોવા મળે છે આખાય કાર્યક્રમને સફળ બનાવવા લાલધામ આશ્રમના મહંત પૂ. ચંદ્રિકાબેન ગુરુશ્રી હસુબાપુની દેખરેખ હેઠળ તડામાર તૈયારી થઇ રહી છે.

IMG-20240108-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *