Gujarat

લખપત તાલુકા યુવક કૉંગ્રેસ ની કારોબારી બેઠક યોજાઈ

પત્રકાર સૈયદ ઈસ્માઈલશા દ્વારા
લખપત તાલુકા યુવક કૉંગ્રેસ ની કારોબારી બેઠક યોજાઈ: આજરોજ લખપત તાલુકા યુવક કૉંગ્રેસ સમિતિની કારોબારી મિટિંગ લખપત તાલુકા યુવક કૉંગ્રેસ પ્રમુખ ઈરફાન રાયમા ના પ્રમુખસ્થાને તુલસી ફાર્મ માતાના મઢ ખાતે યોજાઈ હતી જેમાં પશ્ચિમ કચ્છ યુવક કૉંગ્રેસ પ્રમુખ અબુ હિંગોરા પ્રદેશ યુવક કોંગ્રેસ મહામંત્રી અંજલિ બેન ગોર લખપત તાલુકા યુવક કૉંગ્રેસ પ્રભારી રાજદીપ દેવઘર જીલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી આરીફ રાઉમાં જીલ્લા યુવા કોંગ્રેસ મંત્રી આમદ ભજીર ઉપસ્થિત રહ્યા હતા તેમજ લખપત તાલુકા કૉંગ્રેસ ના સિનિયર આગેવાનો જીલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ જસવંત ભાઈ પટેલ જીલ્લા કૉંગ્રેસ પ્રવક્તા પી સી ગઢવી જીલ્લા પંચાયત ના સદસ્યો મામદ ભાઈ જત દેસુભા જાડેજા લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યવાહક પ્રમુખ અલીમામદ જત પૂર્વ ઉપપ્રમુખ હાસમ ભાઈ નોતિયાર અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઇકબાલ મંધરા તેમજ હુસેન રાયમાં. પંજુભા જાડેજા. સમરથ દાન ગઢવી સતાર નોતિયાર ઈબ્રાહિમ કુંભાર જીલ્લા સેવાદળ નાં પ્રમુખ રાજેશ ભાઈ સોની લખપત તાલુકા સેવાદળ ના પ્રમુખ જીગર જોશી હુસેન કુંભાર હનીફ રાયમા( ઉપસરપંચ ઘડુલી) છોટુ ભાઈ લંગા તેમજ આગેવાનો અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં હાજરી આપેલ લખપત તાલુકાના સર્વે આગેવાનો એ લખપત તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ઈરફાન રાયમા નું શાલ ઓઢાડી સન્માન કરી દરેક રીતે તેમને સમર્થન આપી લખપત તતાલુકો હંમેશા કૉંગ્રેસ નો ગઢ રહ્યો છે અને હજી પણ મજબૂત ગઢ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો યુવક કૉંગ્રેસ ના જીલ્લા અને પ્રદેશ હોદેદારોએ લખપત કૉંગ્રેસ ની કામગીરી અને સંગઠન શક્તિ ને બિરદાવી ને કૉંગ્રેસ ને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી અને સાથે સાથે યુવાઓ ના આદર્શ સમગ્ર વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ ધરાવતા સન્માનીય રાહુલ ગાંધી જી એ ભારત જોડો ન્યાય યાત્રા ની શરૂઆત કરવા ના છે તેમાં વધારે સંખ્યા મા કચ્છ જિલ્લા યુવક કોંગ્રસના સાથીઓ પણ જોડાશે એવી ખાતરી પણ આપવામાં આવી .આ પ્રસંગે લખપત તાલુકાના તમામ કૉંગ્રેસ ના આગેવાનો એ પશ્ચિમ કચ્છ યુવક કૉંગ્રેસ પ્રમુખ અબુ ભાઈ હિંગોરા તેમજ કચ્છ જીલ્લા સેવાદળ ના પ્રમુખ રાજેશ સોની લખપત તાલુકા સેવાદળ ના પ્રમુખ જીગર જોશી નું શાલ દ્વારા સન્માન કર્યું હતું સમગ્ર કાર્યકમ નું સંચાલન સુજીત સોની તેમજ આભાર વિધિ હુસેન ભાઈ રાયમા દ્વારા કરવામાં આવી હતી

IMG-20240109-WA0070.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *