Gujarat

માંગરોળના સીરાજ રોડ માં અયોધ્યાથી આવેલ અક્ષત કળશની પધરામણી થતા સમગ્ર વાતાવરણ રામમય બન્યુ..

શ્રીરામ જન્મભુમી તીર્થક્ષેત્ર અક્ષત મહા અભિયાનને લઈ અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવના આમંત્રણ સમા પુજીત અક્ષત કળશની દરેક વિસ્તાર મા પધરામણી કરવામાં આવી રહી છે ત્યારે આજે માંગરોળ ના સીરાજ રોડ ના રહેવાસીઓ દ્વારા તેમજ બહેનો દ્વારા કળશને વધાવી ફુલહાર થી તેમજ બહેનો દ્વારા રંગોળી કરી ફુલો નો વરસાદ વરસાવી રાસ ગરબા રમી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ બહેનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા અને કળશ માથે રાખી શ્રીરામ નામની ધુન બોલાવતા કળશની પ્રદક્ષિણા સાથે રાસ રમતા સમગ્ર વાતાવરણ રામમય બન્યુ હતુ  બહેનો દ્વારા ભગવાન શ્રીરામની આરતી સાથે પુજીત કળશનુ પણ પુજન આરતી કરી કળશની પધરામણી કરવામાં આવતા મોટી સંખ્યા આસપાસના ભાઈઓ બહેનો ભાવીકો ઉમટી પડ્યા હતા અને પુજીત અક્ષત કળશ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી.
આ અવસરે માંગરોળ વિશ્વ હિન્દુપરિષદ બજરંગ દળના હોદેદારો દ્વારા શ્રીરામ જન્મભુમી તીર્થક્ષેત્ર અક્ષત મહા અભિયાન વિષે તેમજ અન્ય કાર્યક્રમો વિષે ઉપસ્થિત લોકોને માહીતી પુરી પાડી હતી.

20240103_205421-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *