Gujarat

વિમલ મિરિયમ હાઈસ્કુલ ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

 આણંદ ખાતે આવેલી વિમલ મિરિયમ હાઈસ્કૂલમાં પથદીપ પ્રોગ્રામ અંતર્ગત પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો હતો જેમાં ધો.૮,૯માં અભ્યાસ કરતી ૧૭૫ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં રતિલાલ જાદવ તથા હસમુખ ક્રિશ્ચિયન જેવા તાલીમકારો દ્વારા સ્ટડી ટેક્નિક, મોટિવેશન, અભ્યાસ કરવાની રીત,  પુનરાવર્તનનું મહત્વ, પુનરાવર્તન માટેના 6 મુદ્દાઓ, યાદ રાખવાની ટેક્નિક,  ધ્યેયની સ્પષ્ટતા, અભ્યાસ માટેનું વિશેષ સમયપત્રક વગેરે બાબતો PPTs, વીડિયો, ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવી હતી તદ્ઉપરાંત યાદ રાખવા માટે કેટલીક એક્સરસાઇઝ પણ કરાવવામાં આવી હતી અને એકાગ્રતા માટેની રીત વીડિયો દ્વારા રજુ કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

IMG-20240118-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *