વડીયા તાલુકાના નવા ઉજળા ગામે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને ભાજપ ટીમ ગ્રામજનો સાથે રામજી મંદિરે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે સમસ્ત ગ્રામજનો તેમજ ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવા ઉજળા ખાતે આવેલ રામજી મંદિરે સફાઈ અભિયાન હાથ ધરી આગામી 22 તારીખ ના રોજ અયોધ્યા ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો કાર્યક્રમ હોવાથી આ મંદિર ને આજે સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આતકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા એ પોતે પોતુ લઈ મંદિરના પટાંગણમાં પોતું માર્યું હતું જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય જલ્પેશભાઈ મોવલીયા પ્રવીણભાઈ માંગરોળીયા તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરા તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા બાવા લાલ મોવલીયા પી વી વસાણી તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર તાલુકા ભાજપ કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા રમેશભાઈ સાકરીયા ગામના સરપંચ જીગર સેજપાલ પ્રતિક હરખાણી તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

