ગાંધીનગર,
રાજ્ય ના પાટનગર ગાંધીનગર માં મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નં- ૧૦ માં સંત રોહિદાસ મંદિર, સેકટર-૬ ખાતે સેવાસેતુ કાર્યક્રમના ૯ માં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ય્સ્ઝ્ર ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભ સહિત ડાયાબિટીસ અને આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મેયરશ્રી એ જણાવ્યું હતું કે છેવાડાનો એકપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે એ માટે મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમમાં કાઉન્સિલરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

