અયોધ્યા ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તેવા પાવન પ્રસંગે આવતીકાલે અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ કેળવણીના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સવારે ૮-૩૦ કલાકે શ્રી રામલ્લાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા પ્રસ્થાન કરશે જેમાં સ્વામીનારાયણ ગુરૂકુળ પરિવાર સમેત શહેરની વિવિધ ધાર્મિક, શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ જ્ઞાતિ મંડળો અને નગરજનો ઉત્સાહભેર ભાગ લઈને આ અવસરને દિપાવશે. અને સમગ્ર શહેરના નગરજનોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના વડા પ. પૂ શાસ્ત્રી શ્રી ભગવતપ્રસાદદાસજી વતી સંસ્થાના પ્રમુખ શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી
હરિપ્રસાદદાસજીએ હાર્દિક નિમંત્રણ પાઠવતા આ પ્રસંગે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીને આપેલ એક સાક્ષાત્કારમાં જણાવ્યું હતું. આઓ સૌ સાથે મળીને આ સંભારણાને આપણી પેઢી અને ભાવિ પેઢી માટે એક યાદગાર ચિરંજીવી પ્રસંગ બનાવીએ.. આ સંદર્ભે પ. પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજીએ સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની પણ આ પ્રસંગને રૂડો બનાવવાની પ્રતિબધ્ધતાને પણ હ્રદયથી આવકારી અને ભારોભાર બિરદાવી હતી.. તો સાવરકુંડલા શહેરની આ નગરયાત્રા એક સોનેરી સુખદ સંભારણું બની રહે તેવી રીતે ઉજવવા સૌ નગરજનોને અપીલ પણ કરવામાં. આ અલભ્ય પ્રસંગો લ્હાવો લેવા શહેરના તમામ નગરજનોને સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.આ શોભાયાત્રા ગુરૂકૂળથી પ્રસ્થાન કરીને જે. વી. મોદી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે સમાપન થશે.યાત્રાના અંતે સર્કલ ચોકમાં ભવ્ય આરતી થશે આરતી માટેના દિવડા સૌએ સાથે લાવવા જણાવાયું છે. સંસ્થાના વડા પ. પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતપ્રસાદદાસજી, પ્રમુખશ્રી શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજી તથા કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી અક્ષરમુક્તદાસજીના સૌને જયસિયારામ તથા જય સ્વામિનારાયણ પણ પાઠવવામાં આવેલ છે. અને આગ્રહપૂર્વક આ પ્રસંગે સસ્નેહ પધારવા નિમંત્રણ પાઠવેલ છે.

