Gujarat

શંકાશીલ પતિના મનમાંથી શંકા નો કીડો દૂર કરી ૧૨ વર્ષ નો ઘરસંસાર બચાવી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી બોટાદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ

   ગુજરાત સરકાર મહિલાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે તેનું જવલંત ઉદાહરણ બોટાદ જિલ્લા ખાતે ૧૮૧ અભયમ એ પુરૂ પાડ્યું છે.ગઈ તા:૧૬-૦૧-૨૦૨૪ ના રોજ રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડીત મહિલા દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિ ખોટી શંકા કરી વારંવાર ઝઘડા કરે છે તેથી ૧૮૧ ની મદદની જરૂર છે જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા કોન્સ્ટેબલ ઝાંઝરૂકિયા હિરલબેન તેમજ પાયલોટ ઝાલા કુલદીપસિંહ સ્થળ ઉપર પહોંચેલ અને પીડિત મહિલાના કાઉન્સેલિંગ દરમિયાન ફરીયાદમાં જણાવેલ કે તેઓના લગ્નને ૧૨ વર્ષ જેટલો સમયગાળો થયો છે અને સંતાનમાં બે બાળકો છે તેના પતિ દસ વર્ષથી અવાર-નવાર ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય છે તેમજ હીરાના કારખાને મજૂરી કામમાં પુરતું ધ્યાન આપતા નથી મહિનાના દિવસો પુરા ભરતા નથી અને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતા નથી તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુ પુરૂ પાડતા નથી અને પીડિત મહિલા પોતે બહાર જઈને કામ કરવાનું કહે તો તેમને ઘરની બહાર જવાની ના પાડે છે અને બજારમાં ખરીદી કરવા જાય તો પીડીતાની જાણ બાદ તેમની પાછળ પીછો કરી કયા જાય છે તેનુ ધ્યાન રાખતા હોય તેથી વારંવાર તેઓના વચ્ચે બોલાચાલી થતી હતી જેથી ૧૮૧ ટીમે પીડિતાના પતિને સમજાવેલ ખોટી શંકા ના કારણે તેમના લગ્ન જીવનમાં આવતી સમસ્યા વિશે સમજ કરેલ અને કાયદાકીય સલાહ-સુચન માર્ગદર્શન આપવામાં આવેલ.તેના સાસુ-સસરા,કુટુંબના સભ્યો સાથે વાતચીત કરવામાં આવેલ જેથી પીડિતાના પતિએ તેની ભુલ સ્વીકાર કરી માફી માગેલ અને હવે પછી તેની પત્નીને હેરાન નહી કરે તેમજ પત્ની અને બાળકોની તમામ જવાબદારીઓ પુરી કરશે તેવું જણાવેલ.પીડિતાના પતિની જવાબદારી તેના ઘરના વડીલોએ લીધેલ તેથી પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડા નું સુખદ નિરાકરણ કરવામાં આવેલ અને ઘર સંસાર તૂટતા બચાવ્યો હતો પીડિત મહિલાએ ૧૮૧ નો આભાર વ્યક્ત કરેલ.

IMG-20240119-WA0058-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *