Gujarat

દીવ માંથી જાફરાબાદ તરફ બોટ દ્વારા દરિયાઈ માર્ગે જતો મોટાપાયે દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને LCB ટીમે પકડી પડ્યો…148 દારૂની પેટી બોટ સહીત કુલ કી. રૂ. 7,61 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો.

ઉનાના નવાબંદર દરીયાઈ વિસ્તાર દીવા દાંડી પાછળના ભાગે 3 નોટીકલ માઈલ દૂર બોટમાં મોટાપાયે દારૂની પેટીનો જથ્થો હેરાફેરી થતી હોવાની બાતમી આધારે  જીલ્લા LCB ટીમે દારૂ, બીયર ટીન, હોડી, મોબાઇલ સહિત ત્રણ શખસોને ઝડપી લીધા હતા. જ્યારે એક ફરાર શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે નવાબંદર મરીન પોલીસમાં ચાર શખ્શો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઇસ્માઇલ અબ્દુલ્લા પટેલીયા રહે.મુળ ધામળેજ તા.સુત્રાપાડા હાલ નવાબંદર ઇદ નવાજની બાજુમાં, મયુર લક્ષ્મીચંદ કાપડીયા રહે.નવાબંદર જલારામ સોસાયટી તેમજ ભરત લાખાભાઇ સોલંકી રહે.નવાબંદર રાખની વાવ આ શખ્શો
જીરી નામની લીલા કલરની કેસરી પણવાળી રજી.નં. IND GJ-32-MO-7628 ડબલ મશીન વાળી હોડીમાં  ગે.કા. વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી બોટલની પેટી નંગ 128 જે કુલ બોટલ નંગ 5164 તેમજ બીયર ટીનની પેટી નંગ 20 ટીન નંગ 489 મળી કુલ પેટી-148 જેની કુલ કી. રૂ. 5,11,200 નો દારૂ, બીયરનો  પેટીઓનો જથ્થો, મોબાઇલ, હોડી સહીત કુલ કી.રૂ.7,61,700 નો મુદામાલ સાથે ત્રણ શખ્સોને જીલ્લા એલસીબી ટીમે ઝડપી પાડયા હતા. જ્યારે એક શખ્સ હાજર નહિ મળેલ ખત્રીવાડા ગામનો મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઇ રાઠોડને ઝડપી પાડવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.
કેન્દ્રસાશીત પ્રદેશ દીવમાંથી ઉનાના નવાબંદર દરીયાઇ માર્ગે બોટમાં દારૂનો મોટાપાયે જથ્થો લઇ જવાતો હતો. જેમાં જીલ્લા એલસીબી ટીમને ચોક્કસ બાતમી આધારે નવાબંદર દરિયાઇ વિસ્તારના દીવા દાંડી પાછળના ભાગે 3 નોટીકલ માઈલ દૂર વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું હતું. આ બોટમાંથી ત્રણેય આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા આ દારૂનો જથ્થો દિવથી મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઇ રાઠોડએ જાફરાબાદ મુકામે લઈ આવવા જણાવેલ હતું. આ અંગે પોલીસે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ તપાસ હાથ ધરેલ છે.

IMG-20240119-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *