Gujarat

કોમી એકતાનો અદભૂદ નજારા સાથે…

રાણપુરમાં જય-જય શ્રીરામ ના નાદ સાથે ભગવાન રામ ની ભવ્ય શોભાયાત્રા નિકળી…
રાણપુર સજ્જડ બંધ રાખી શોભાયાત્રા માં 5000 લોકો જોડાયા,ઠેર-ઠેર મુસ્લિમ સમાજે શોભાયાત્રા નું સ્વાગત કરી ભગવાન રામની આરતી ઉતારી કોમી એકતાના દર્શન કરાવ્યા……
અયોધ્યા ખાતે રામ મંદીરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ની સમગ્ર દેશભરમાં હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સમસ્ત હિંન્દુ સમાજ દ્વારા ભવ્ય રામ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતુ.ભગવાન રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રાણપુરમાં વિશેષ શોભાયાત્રા યોજાઈ હતી આ શોભાયાત્રા માં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું જેમાં હિન્દુ સમાજની સાથે મુસ્લિમ સમાજના લોકો પણ ભગવાન રામ ને પુષ્પમાળા અને ફૂલોથી વધામણાં કર્યા અને આરતી ઉતારી સમગ્ર દેશ ને કોમી એકતા નો સંદેશ આપ્યો હતો.આ શોભાયાત્રા બી.એ.પી.એસ.સ્વામિનારાયણ ખાતે ભગવાન રામનું પુજન કરી શોભાયાત્રા નો પ્રારંભ થયો હતો.ડી.જે.ના તાલ અને જયશ્રી રામ ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળતી હતી.ગ્રામ પંચાયત પાસે સરપંચ ગોસુભા પરમાર અને પંચાયતના સભ્યો દ્વારા આરતી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તો બસ સ્ટેન્ડ પાસે મુસ્લિમ આગેવાનો એ ભગનાન રામને હાર પહેરાવી કોમી એકતા ના દર્શન કરાવ્યા હતા.રાણપુર મેઈન બજારમાં નગીના મસ્જિદ પાસે મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનો દ્વારા પુષ્પાહાર અને ભગવાનના ચરણમાં સાલ મુકી શોભાયાત્રા નું સ્વાગત કરાયું હતું તેમજ કાંકરીયા ચોરે મોલેસલામ ગરાસીયા સમાજ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરાયુ હતુ.દેસાઈ વ્હોરા સમાજ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરાયુ હતુ.આંબલીયા ચોરા ખાતે મોલેસલામ ગરાસીયા સમાજ દ્વારા ચા-પાણી નો સ્ટોલ ઉભો કરી ફૂલહાર થી યાત્રાનું સ્વાગત કરાયું હતુ,વસાણી શેરી પાસે દાઉદી વ્હોરા સમાજ દ્વારા ભગવાન રામ ને હાર પહેરાવી શોભાયાત્રા નું સ્વાગત કર્યુ હતુ. સમગ્ર દેશ રામ રાજ્ય સ્થપાયું હોય તેમ ઠેર ઠેર ગામેગામ ઉજવણી થઈ રહી હતી ત્યારે રાણપુર શહેર તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાળી ડી.જે. ના તાલે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી તેમાં આશરે 5000 લોકો જોડાયા હતા અને રામ મંદીર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી તો રાણપુર ખાતે કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું જેમાં હિન્દુ સમાજની સાથે મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા ભગવાન રામને ફુલહાર પહેરાવી પુષ્પ અર્પણ કરી આરતી ઉતારી વધામણાં કર્યા હતા અને હિન્દુ સમાજની સાથે સાથે મુસ્લિમ સમાજ દ્વારા પણ કોમી એકતા ના સંદેશ સાથે ભગવાનની શ્રી રામ ના વધામણાં કર્યા હતા અને આ યાત્રા રાણપુર બી.એ.પી.એસ.મંદીર થી નીકળી રાણપુરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી.ગીબરોડ ઉપર ચા-પાણી,રાવળવાસના ખાંચે સુકીભાજી,સ્વામિનારાયણ મંદીરે ઠંડા પીણા,બાલાજી મંદીરે સરબત,છત્રીપા પાસે યુવક મંડળ દ્વારા બુંદી ના લાડુ વિતરણ કરવામાં આવ્યા હતા.આ શોભાયાત્રા બી.એ.પી.એસ.સ્વામીનારાયણ મંદીર ની નિકળી,માલધારી ચોક,ગીબરોડ,મેઈન બજાર,કાંકરીયા ચોરા,બાલાજી મંદીર,આંબલીયા ચોરા,રતનચોક થઈ કુંભારવાડા વિસ્તારમાં આવેલ રામજી મંદીર ખાતે મહાઆરતી કરી આ યાત્રાનું પુર્ણ કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે રાણપુર શહેર કોમી એકતા માટે સમગ્ર દેશમાં જાણીતુ છે રાણપુરમાં હિંન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ દરેક તહેવાર અને શોભાયાત્રા જેવા ધાર્મિક કાર્યક્રમો સાથે મળી એક બીજા ને સહકાર આપી ઉજવણી કરતા હોય છે ત્યારે આ શ્રીરામ ની શોભાયાત્રા પણ કોમી એકતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં પુરી થઈ હતી.આખું રાણપુર ગામ સજ્જડ અને સ્વયંભૂ બંધ રહ્યુ હતુ અને આ શોભાયાત્રા દરમ્યાન પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો .

IMG-20240123-WA0040-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *