ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરા ગામે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા અંધજન મંડળ પોરેચા આંખની હોસ્પિટલ બારેજાના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડૉ. ફોરમ પટેલ દ્વારા મોતિયો, વેલ, નાસુર, ઝામર, છારી, ફૂલા જેવી બીમારીઓની તપાસ કરવા આવી હતી. તપાસ બાદ ૧૫ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર જણાતા આગામી ૩૧ તારીખે તેમને બારેજામાં આવેલી પોરેચા આંખની હોસ્પિટલ ખાતે મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રસ્તુત કેમ્પમાં જે લોકોને નંબરના ચશ્માની જરૂર હતી તે લોકોને રાહત દરે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ગ્રામપંચાયત ખાતે યોજાયેલ આ કેમ્પમાં ૭૭ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. કેમ્પને સફળ બનાવવામાં આશાદીપના કાર્યકરો, સરપંચ તથા આગેવાનોએ સરાહનીય પ્રયત્નો કર્યા હતા.

