Gujarat

ઉનાના દેલવાડા ગુપ્ત પૃયાગ મહંત વિવેકાનંદ બાપુ દ્વારા જાહેર સ્થળો ખુલામા રાત્રે સુતા લોકોને ગરમ ધાબળા ઓઢાડી સેવાનું કામ કરી માનવતા દાખવી.

ઉનાના દેલવાડા નજીક આવેલ ગુપ્ત પ્રયાગ તીર્થધામના મહંત વિવેકાનંદ બાપુ દ્વારા જાહેર સ્થળો એ ખુલામા જ્યાં ત્યાં રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં સુતા હોય તેવા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા ઓઢાડી સેવાનું કામ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.
ઉના શહેરમાં ગોન્દ્રા ચોક, હરદેવ લાલા મંદીર, ત્રિકોણ બાગ, બસ સ્ટેશન સહીતના અલગ અલગ જગ્યાએ ગુપ્ત પ્રયાગ તીર્થધામના મહંત વિવેકાનંદ બાપુ જાહેર સ્થળો પર પોતે જાતે જઈ રાત્રિનાં ઘોરનિંદ્રામાં સુતેલા લોકોને ગરમ ધાબળા ઓઢાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આવી સેવાકીય પ્રવૃતિઓને સૌ કોઈ એ બિરદાવી હતી. આવી શિયાળાની ઠંડીમાં ઓઢવા માટે ગરમ ધાબળાનું વિતરણ કરાવતા જરૂરીયાતમંદ લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આમ ગુપ્ત પ્રયાગ તીર્થધામના મહંત વિવેકાનંદ બાપુ દ્વારા શ્રીરામ ભગવાન મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વધામણાની અનોખી રીતે ઉજવણી કરી સેવાનું કામ કર્યું હતું.

IMG-20240123-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *