Gujarat

બોટાદ શહેરમાં ગીતાંજલી ગૃપ ઓફ સ્કૂલ દ્વારા અયોધ્યાપતી ભગવાન શ્રીરામ ની.ભવ્ય અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવી.

 50 ઘોડાઓ 6 ડી.જે,2 બગી,10 વિવિધ કૃતીઓથી તૈયાર કરેલા ટ્રેક્ટર જેમાં અશોક વાટિકા, શબરીની ઝૂંપડી, વિશ્વામિત્ર ઋષિનો આશ્રમ, દશાનન રાવણ ની સભામાં અંગદ, ભારત માતા જેવી થીમ આધારિત કૃતિઓ તૈયાર કરવામાં આવી. 10 હજાર વિદ્યાર્થીઓ આ યાત્રા માં જોડાયા
 અયોધ્યામાં ભગવાન શ્રી રામ નાં નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સમગ્ર દેશમાં રામભક્તો માં અનેરો ઉત્સાહ અને ઉમંગ દેખાય રહ્યો છે અને ઠેર ઠેર તેની ઉજવણી માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે બોટાદ શહેર ની જનતાએ ક્યારે પણ નાં જોય હોય તેવી દિવ્ય થી ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન ગીતાંજલી ગૃપ ઓફ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું.
          વહેલી સવારે 8 વાગ્યે સ્વામિનારાયણ ગુરુકુળ થી સંતો મહંતો અને મહાનુભાવો તેમજ બજરંગ દળના સભ્યો દ્વારા આ અક્ષત કળશ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો જેમાં 50 જેટલા ઘોડાઓ 6 ડીજે બે બગીઓ અને દસ જેટલા વિવિધ કૃતીઓથી તૈયાર કરેલા ટ્રેક્ટર જેમાં અશોક વાટિકા, શબરીની ઝૂંપડી, વિશ્વામિત્ર ઋષિનો આશ્રમ, દશાનન રાવણ ની સભામાં અંગદ, ભારત માતા જેવી થીમ આધારિત કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી સાથે આશરે 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ મળી આ યાત્રા બોટાદ શહેરના મુખ્ય માર્ગ પરથી નીકળી ત્યારે સર્વે નગરજનો મંત્ર મુગ્ધ થઈ ગયા અને જાણે ભગવાન શ્રી રામ નવ નિર્મિત અયોધ્યા મંદિરમાં બિરાજમાન થતા પહેલા બોટાદ શહેરની નગરયાત્રા એ નીકળ્યા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું અને સર્વે નગરજનો આ યાત્રા નિહાળી ભાવ વિભોર બની ગયા હતા યાત્રામાં સર્વે વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રો માથે કેસરિયા સાફા બાંધી અને હાથમાં કરતાલ, ઢોલ અને કેશરી ધજા લઈ નીકળ્યા હતા ત્યારે જાણે બોટાદ શહેર નો મુખ્ય માર્ગ ભગવા રંગે રંગાયો હતો અને લોકો આ યાત્રાને નિહાળવાનો લાહવો લેવા માર્ગ પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, આ અક્ષત કળશ યાત્રાનું ઠેર ઠેર બોટાદની જુદી જુદી શાળાઓ તેમજ નગરજનો દ્વારા સામૈયા તેમજ પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આ યાત્રામાં બજરંગ દળ નાં સભ્યો તેમજ બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ પણ જોડાયા હતા.
       આ અક્ષત કળશ યાત્રા ને સફળ બનાવવા માટે ગીતાંજલી સ્કૂલ નાં પ્રમુખ અરવિંદભાઈ ધરજીયા તેમજ સંદીપભાઈ અને વલ્લભભાઈ દ્વારા સમગ્ર બોટાદ શહેરની ધર્મપ્રેમી જાહેર જનતા તેમજ ખાસ બોટાદ શહેર પોલીસ તેમજ સ્થાનિક પ્રશાશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જેઓના અનેરા સહયોગ થકી આ ભવ્ય અક્ષત કળશ યાત્રાનું સફળ આપોજન પૂર્ણ થઈ શક્યું.

IMG-20240123-WA0067-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *