માઉન્ટઆબુની નક્કી તળાવમાં એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સફાઈ કરતી વખતે એક યુવકનું મોત થયું હતું. યુવકનું અડધું શરીર પાણીમાં ડૂબી ગયું હતું યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું. માઉન્ટઆબુ પોલીસ પ્રશાસન અને નગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવકની લાશ નક્કી તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. પ્રવિણ નામના યુવકનું મોત થયું હતું. આ મૃતક યુવાન નક્કી તળાવમાં જીલ કાઢવાનું કામ કરતો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માઉન્ટઆબુની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર યુવક નકકી તળાવમાં જીલ સાફ કરી રહ્યો હતો. તે દરમિયાન તેને અચાનક મરકી આવતાં તેના કારણે તેનું અડધું શરીર બોટની બહાર પાણીમાં ડુબી ગયુ જેના કારણે તેનું મોત નીપજ્યું હતું ઘટનાસ્થળે બોટ હાઉસના કર્મચારી, નગરપાલિકાના કર્મચારીઓ વગેરે દ્વારા યુવકની લાશ કાઢવામાં આવી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


