Gujarat

ત્રણ વર્ષથી નાસતા ફરતા હિસ્ટ્રીશીટર આરોપીની ઝોન ૫ એલસીબીએ વસ્ત્રાલ પાસેથી ધરપકડ

અમદાવાદ,
રાજસ્થાન તેમજ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા હિસ્ટ્રીશીટર આરોપીની ઝોન ૫ એલસીબીએ વસ્ત્રાલ પાસેથી ધરપકડ કરી છે. ઝોન ૫ ન્ઝ્રમ્ એ દશરથ રાઠોડ નામના વસ્ત્રાલના યુવકને પકડવામાં આવ્યો છે. આરોપી શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં જામીન ઉપર છુટીને નાસતો ફરતો હતો અને સાથે જ તે બે શરીર સંબંધી અને છ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો અને અમરાઈવાડી વિસ્તારમાં વેપારીને માર મારીને હત્યાના પ્રયાસનો ગુનો પણ તેણે આચર્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. તે અગાઉ ઓઢવ, કઠલાલ, રામોલ સહિતના ગુજરાતના ગુનાઓમાં અને રાજસ્થાનમાં ડુંગરપુરના ગુનાઓમાં સામેલ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *