Gujarat

સાવરકુંડલાના ગામડાઓમાં ૮૮ લાખથી વધુ રકમના વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહર્ત કરતા ગતીશીલ ધારાસભ્યશ્રી કસવાલા

ધારાસભ્ય શ્રી મહેશભાઇએ વાંશીયાળી તથા વિરડીમાં કુલ ૩૬ લાખના ખર્ચે તૈયાર થયેલ હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યુ વિજપડીમાં ૪૫ લાખની માતબર રકમથી પાણીનો સંપ, સ્મશાનની દિવાલ, માઇનોર બ્રીજ તથા સી.સી.રોડ જયારે વણોટ ગામે ૧.૧૦ લાખ લીટરનો અંડરગ્રાઉન્ડ સંપનું કર્યુ ખાતમુહૂર્ત. આમ  સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચુંટાયેલા શ્રી મહેશ કસવાલાએ સાવરકુંડલા અને લીલીયાની જનતાએ તેમના પર મુકેલ વિશ્વાસ બદલ ધારાસભ્ય કસવાલાએ સરકારમાંથી અઢળક ગ્રાન્ટો લાવી દીધી અને એક પછી એક વિકાસના કામોનું ખાતમહુર્ત પણ કરી રહયા છે ત્યારે વિરડી ગામે સરકારમાંથી મંજુર કરાવેલ રૂા.૧૮ લાખના ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય સેન્ટર તેમજ વાંશીયાળી ગામે પણ રૂા.૧૮ લાખના ખર્ચે તૈયાર થયેલ હેલ્થ સેન્ટરનું લોકાર્પણ ગ્રામજનો અને હેલ્થ સેન્ટરના કર્મચારીઓ તથા આગેવાનો સાથે કર્યુ હતુ. આ સાથે જ વિજપડીમાં ૪૫ લાખની માતબર રકમથી વિવિધ કામો જેવા કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાંથી મંજુર કરાવેલ ૦૬ લાખ લીટરનો અંડરગ્રાઉન્ડ સંપ આનુસાંગીક કામ તરીકે પપ્મીંગ મશીનરી તથા કનેકટીંગ પાઇપલાઇનની કામગીરી (વિજળીકરણ સહીત)ના કામ માટે રૂા.રૂા.૨૦.૨૨ લાખના ખર્ચે તૈયાર થશે તેમજ તાલુકા આયોજન અને એટીવીટી યોજનામાંથી મંજુર કરાવેલ સ્મશાનની દિવાલ રૂા.૮ લાખના ખર્ચે તૈયાર થશે અને તાલુકા આયોજન યોજનામાંથી મંજુર થયેલ માઇનોર બ્રીજ રૂા.૧૩ લાખના ખર્ચે તૈયાર થશે તથા એટીવીટી યોજનામાંથી મંજુર થયેલ સી.સી.રોડ રૂા.૩.૫૦ લાખના ખર્ચે તૈયાર થશે તેમ ધારાસભ્ય કસવાલાએ ખાતમુહુર્ત કરી જણાવેલ હતુ વધુમાં સાવરકુંડલાના વણોટ ગામે પણ ધારાસભ્ય કસવાલાએ મંજુર કરાવેલ વિકાસના કામો પૈકી ગુ.પા.પુ અને ગ.વ્ય.બોર્ડ માંથી રૂા.૭.૦૩ લાખના ખર્ચે મંજુર કરાવેલ ૧.૧૦ લાખ લીટરનો અંડરગ્રાઉન્ડ સંપ આનુસાંગીક કામ તરીકે પપ્મીંગ મશીનરી તથા કનેકટીંગ પાઇપલાઇનની કામગીરી (વિજળીકરણ સહીત)ના કામ માટેનું ખાતમુહુર્ત કર્યુ હતુ. આ સમગ્ર વિકાસના કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહર્તમાં ધારાસભ્ય મહેશભાઇ કસવાલા સાથે લોકસભા વિસ્તારના ચુંટણી સંયોજક પુનાભાઇ ગજેરા, તાલુકા ભાજપ અઘ્યક્ષ જીવનભાઇ વેકરીયા, વાંશીયાળી સરપંચશ્રી તથા વાંશીયાળી અને વિરડી ગામના આગેવાનો અને ગ્રામ જનો તેમજ વિજપડી ખાતમુહર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઇ કાછડીયા, તાલુકા ભાજપ મહામંત્રી ચેતનભાઇ માલાણી, નીતિનભાઇ નગદીયા, સરપંચ એશોસીયેશનના અઘ્યક્ષ હિતેશભાઇ ખાત્રાણી, જયસુખભાઇ સાવલીયા, સંજય બરવાળીયા, તાલુકા પંચાયત સદસ્યશ્રી વિજયભાઇ ચાવડા, વિજપડી સરપંચ ભરતભાઇ ગીગૈયા, હરેશભાઇ ભુવા, બાબુભાઇ માજી સરપંચ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ સાથે જ વણોટ ગામે ખાતમુહર્ત પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઇ કાછડ, સરપંચ જીગ્નેશભાઇ કાછડ, હકાબાપા, બાભભાઇ કાછડ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા તેમ ”અટલધારા” કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયુ હતુ.

IMG-20240130-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *