Gujarat

જોડિયા તાલુકાના ભાદરા પાટિયા અને ભાદરા ગામે જામનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. એસ. આર. રાઠોડ ના માર્ગદર્શન હેઠળ જાહેર સ્થળોએ ધૂમ્રપાન અને તમાકુ ની વેચવા ઉપર પ્રતિબંધ મુજબ ફૂલ 15જેટલા કેસ કરેલ છે.

તારીખ ૩૦-૦૧-૨૦૨૪ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એચ. એચ. ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો. એસ.આર.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સૌમ્યા ના મોનીટરીંગ માં જોડિયા તાલુકાના ભાદરા ગામ અને ભાદરા પાટીયા વિસ્તારમાં આવેલ દુકાનોમાં COTPA-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું  જેમાં કલમ ૪ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ પર ૫ કેસ કરવામાં આવેલ તેમજ  કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા,આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ  મુજબ ૯ કેસ તથા કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ  ૧ કુલ ૧૫  કેસ કરેલ જેમાં રૂપિયા ૨૫૦૦ દંડ એકત્ર કરેલ આ કામગીરીમાં તાલુકા સુપર વાઈઝર બી.કે. ગોધાણી,જિલ્લા કાઉન્સેલર નઝમા બેન હાલા, એમ.પી.એસ. સુધીર રાઠોડ અને એમ.પી.ડબલ્યુ પી.બી.બારડ, એમ.બી.રાઠોડ, આર.જે.પરમાર તેમજ જોડિયા પોલીસ સ્ટેશનમાંથી પો. હેડ.કો. નીલેસભાઈ ભીમાણી હાજર રહેલ

IMG-20240130-WA0121-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *