Gujarat

મીંઢી પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષિકા સરોજ ચૌધરી પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત 

               રાજ્યનાં શિક્ષણ વિભાગની એક આવકારદાયક યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષકની પસંદગી કરવાની હોય છે. યોજના અન્વયે વર્ષ 2023/24 નાં દ્વિતીય સત્ર માટે તાલુકાનાં ક્લસ્ટર દીઠ એક પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી તેનાં નવાચાર, શૈક્ષણિક સિધ્ધિ જેવાં માપદંડોને આધારે કરવામાં આવી હતી. જેમાં ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળા, મીંઢીનાં મુખ્યશિક્ષિકા શ્રીમતી સરોજબેન ચૌધરીની પસંદગી થવા પામી હતી.
               આ કર્તવ્યનિષ્ઠ શિક્ષિકાબેનને પ્રજાસત્તાકદિનનાં શુભ અવસરે રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા મળેલ ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ મીંઢી ગામનાં સરપંચ ધર્મેશભાઈ પટેલનાં હસ્તે ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમને કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, કેન્દ્વાચાર્યા જાગૃતિબેન પટેલ તથા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.

IMG-20240131-WA0238-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *