પાવી જેતપુર તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી આવાસના ગ્રામ સેવક અરજદાર પાસેથી રૂ.5 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથે ઝડપાઇ ગયા છે.પાવી જેતપુર તાલુકા પંચાયતની પ્રધાનમંત્રી આવાસ વિભાગમાં આજરોજ એસીબી ત્રાટકી હતી. જેમાં એક અરજદારને ગ્રામ સેવક પ્રવીણ કાળુભાઇ રાઠવાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસની કામ છ મહિનામાં પૂરું કરે તો બીજા રૂ.25 હજાર મળશે અને તે માટે તમારે રૂ.11 હજાર આપવા પડશે, પરંતુ રકઝક કરતા રૂ.5 હજારમાં સોદો નક્કી થયો હતો. અરજદાર આ રૂપિયા આપવા માંગતા ન હતા. જેથી એસીબીનો સંપર્ક કર્યો જતો અને આજરોજ સાંજના સમયે ગ્રામસેવક પ્રવીણ રાઠવાને લાંચના રૂ.5 હજાર આપતા છોટાઉદેપુર એસીબીના કે.એન.રાઠવાએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.આમ છેલ્લા કેટલાક સમયથી એસીબીએ છોટાઉદેપુર જિલ્લામાં છટકા ગોઠવીને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

