હાલ ગુજરાત ભરમાં ચાલી રહેલ ખેલ મહાકુંભ 2.0 જામનગર જિલ્લાકક્ષાની કબડ્ડી ભાઈઓ સ્પર્ધાનુ આયોજન જોડિયાની શ્રી સાંઈ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં વય જૂથ અંડર 14, અંડર 17 અને ઓપન વય જુથની સમગ્ર જામનગર જિલ્લાની 31 ટીમોએ ભાગ લીધો હતો. શ્રી સાંઈ વિદ્યા સંકુલ ના ટ્રસ્ટીઓ અને જોડીયાના કન્વીનર જગદીશ વિરમગામા દ્વારા સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત રહેલ, એસ.એ.જી. સ્ટાફ, ઓફિસિયલ ટીમ, પોલીસ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ, પત્રકાર મિત્રો,વ્યાયામ શિક્ષકો અને ખેલાડીઓના સહયોગથી સ્પર્ધા સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. શ્રી સાંઈ વિદ્યા સંકુલ દ્વારા અલગ અલગ વય જૂથના બે મેદાનો, પીવા માટે મિનરલ વૉટર અને ચા-નાસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર જામનગર જિલ્લામાં અંડર 14 વય જૂથમાં પ્રથમ નંબર શ્રી લખતર પ્રાથમિક શાળા ટીમે પ્રાપ્ત કર્યો, અંડર 17 વય જૂથમાં પ્રથમ નંબર બી. એમ. પટેલ ટીમે પ્રાપ્ત કર્યો અને ઓપન વય જૂથમાં પ્રથમ નંબર સુમરા ટીમે પ્રાપ્ત કર્યો હતો. વિજેતા થયેલ ટીમો આગામી દિવસોમાં ઝોનકક્ષા અથવા રાજ્યકક્ષાએ જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તે બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી અમિત ગોધાણી, વિનોદ કાનાણી, જગદીશ વિરમગામા, યજ્ઞેશ નંદાસણા, અજય કાનાણી અને શિક્ષકગણ દ્વારા ખૂબ સારી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા..

