Gujarat

વિસાવદર પાસેના જંગલમાં આવેલ કાદવાળી આશ્રમમાં જંગલમાં મંગલ

વિસાવદર પાસેના જંગલમાં આવેલ કાદવાળી આશ્રમમાં જંગલમાં મંગલ

વિસાવદરથી નવ કિલોમીટર દૂર ગીર બોર્ડરના જંગલમાં આવેલ કાદવાળી આશ્રમના મહંત પૂ.બળવંતપુરીબાપુ ગત ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અયોધ્યા ઉપસ્થિત રહેલ. સાધુ, સંતો, મહંતો, મંડલેશ્વર, મહામંડલેશ્વર, રાજકીય અગ્રણીઓ અને માનવ મહેરામણ વચ્ચે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયેલ.
ત્યારબાદ પૂ.બળવંતગીરીબાપુ પોતાના કાદવાળી આશ્રમે પધારતાં હસનાપર ગામના ગ્રામ્યજનો તેમજ સેવકોએ પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરેલ. બાદ આજરોજ તા.૩-૨ થી ૪-૨-૨૦૨૫ દિવસ બે આશ્રમમાં બિરાજિત ભોલેનાથ મંદિરના પટાંગણમાં પૂ.બાપુ દ્વારા રામચરિત માનસના પાઠનું આયોજન કરવામાં આવેલ. જસદણથી પધારેલ સેવકગણ તથા ભક્તો ભાવિકોએ કાદવાળી આશ્રમમાં રામાયણ કથિત તમામ કાંડોનું સંક્ષિપ્તમાં સંગીતના વાદ્યો સાથે ગુણગાન ગાયા. બાદ મહંતશ્રીએ મહાઆરતી ઉતારી. સૌ ભક્તજનો, સેવકો તથા આમંત્રિતોએ રામચરિત પાઠમાં ઉપસ્થિત રહી કૃતજ્ઞતા વ્યક્ત કરેલ.
અંતમાં મહંત પૂ. બળવંતગીરીબાપુએ આશીર્વાદ સાથે જણાવેલ કે આપ સૌએ ભાવવિભોર બની રામાયણના પાઠોનું પઠન કરી આશ્રમમાં ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું. સમયાંતરે આશ્રમમાં ઉજવાતા તમામ પ્રસંગોમાં ઉપસ્થિત રહેવા આમંત્રિતો, ભક્તજનો તથા સેવકોને અનુરોધ કરી આશીર્વચન પાઠવેલ.આશ્રમની આજુબાજુના માલધારીનેશ તથા ગામડામાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ. ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરી સૌ વિખુટા પડેલ.

રિપોર્ટિંગ
સી. વી. જોશી વિસાવદર

IMG-20240204-WA0063-2.jpg IMG-20240204-WA0064-0.jpg IMG-20240204-WA0062-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *