Gujarat

ઉનાનાં નવાબંદર ગામે સમસ્ત કોળી સમાજનો પાંચમો સમૂહલગ્ન યોજાયો ઊના, જાફરાબાદ, દીવનાં અગ્રણીઓએ 23 નવદંપતીને આર્શિવાદ આપ્યા..

ઉનાનાં નવાબંદર ગામે આવેલ રામજી મંદિરનાં પટાંગણમાં સમસ્ત કોળી સમાજનો પાંચ મો સમૂહ લગ્ન ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય રીતે યોજાયેલ હતો. જેમાં નવાબંદર અને આજુબાજુના ગ્રામિણ વિસ્તારોમાંથી 23 જાનનું પ્રયાણ થયું હતું અને 23 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં નવાં જીવનની શરૂઆત જીવન સાથી સાથે કરી હતી. શાંતી અને ઉત્સાહ ભેર સમૂહ લગ્નનાં માહોલ અને સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 23 નવ દંપતીઓને ગૌર મહારાજ દ્વારા સારાત્ર વિધી સાથે લગ્ન બંધન સાથે જોડયા હતા અને એક બીજા જાનૈયા દ્વારા નવ દંપતિ અને સમૂહમાં જોડાનાર વર કન્યા નાં માતા પિતાને શુભેચ્છાઓ પાઠવી હતી.
નવાબંદર કોળી સમાજના પટેલ જીગ્નેશભાઈ તેમજ કાન્તીભાઈ કામળીયા હરકિશનભાઈ સોલંકી સરપંચ પ્રતિનિધી પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સોમવાર ભાઈ મજીઠીયા દ્વારા સમૂહ લગ્નનાં આમંત્રિત મહેમાનો ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જાફરાબાદનાં માછીમાર સમાજનાં અગ્રણી ભગુભાઈ સોલંકી, જીલ્લા પંચાયતના સભ્ય હરીભાઈ સોલંકી, ખારવા સમાજના અગ્રણી નરેશભાઈ, વિજયભાઈ સોલંકી નરશીભાઈ બારૈયા ધરમુભાઈ હરીભાઈ, સોમવાર પાલાભાઈ હરીભાઈ રૂડાભાઈનું શાલ તેમજ પુષ્પ માલા પહેરાવી
સન્માન કરાયું હતું. આ તકે ઉપસ્થિત અગ્રણી આગેવાનો દ્વારા સમૂહ લગ્નને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજનાં મોંધવારીનાં સમયે સમૂહ લગ્ન દરેક વ્યક્તિ માટે અનિવાર્ય બની ગયાં છે ખોટાં ખર્ચ રસમનાં કારણે દરેક પરીવારને આર્થિક બોજ પડે છે આવાં સમયે સંગઠિત બનીને એક મંડપ પંડાલ વચ્ચે સૌ પરીવારજનોની હાજરી વચ્ચે એક તાંતણે બાંધતી આ સમૂહલગ્નની કાર્ય પધ્ધતિ દરેક કુટુંબની માટે આશાન બની રહીં છે આ ભગીરથ આયોજન માટે રાત દિવસ મહેનત કરીને નિષ્ઠા પુર્વક સેવાકીય પ્રવૃત્તિ કરતાં સમૂહલગ્ન સમિતિના કાર્યકરો ધરમું ભાઈ અરજણભાઈ, રમેશભાઈ કાળુભાઈ, ભરતભાઈ ગોવિંદભાઈ, ડાયાભાઈ કરશનભાઈ, મોહનભાઈ રામશીભાઈ, રામુભાઈ રાજાભાઈ, ભીખાભાઈ નારાયણ ભાઈ એ છેલ્લા પાંચ વર્ષથી સમૂહલગ્નનું કાર્ય શરૂ કરીને સુંદર વ્યવસ્થા સાથે નાં આયોજન ને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તમામ ઉપસ્થિત મહાનુભાવો અને સાથે સહકાર આપનાર દાંતા ઓ લગ્ન બંધનમાં જોયેલાં વરકન્યા પક્ષ નો આ તકે સમૂહલગ્ન માં જોડાવવા બદલ આયોજકો એ આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20240212-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *