Gujarat

લીલીયા પ્રગતિ સેવિંગ્ઝ બેંક દ્વારા કૌશલ્ય વિકાસ મહોત્સવ યોજાયો

દિલીપભાઈ સંઘાણી ના 70 માં વર્ષની ઉજવણીના ભાગરૂપે
લીલીયા મોટા પ્રગતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ કો ઓ સોસાયટી દ્વારા આજરોજ કૌશલ્ય વિકાસ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ આ તકે કાર્યક્રમના મુખ્ય મહેમાન PGVCL ના નાયબ કાર્યપાલક ઈજનેર ભવાની સાહેબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ ત્યારબાદ સંસ્થાના ચેરમેન ભાવેશભાઈ રાદડિયા એ આમંત્રિત મહેમાનો અને વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર છાત્રો ને માર્ગદર્શન અને શિક્ષકોનું શાબ્દિક સન્માન કરી સંસ્થાનો પ્રગતિ અહેવાલ આપી પ્રાસંગિક પ્રવચન આપેલ સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીના 70 માં વર્ષની સંસ્થા ઉજવણી કરી રહી છે તેના દસમા પર્વ નિમિત્તે તાલુકાની 40 શાળાઓમાં મહોત્સવ યોજવામાં આવેલ જેમાં ધોરણ છ થી આઠ ના 400 જેટલા છાત્રો એ રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્રતુત્વ સ્પર્ધા,માં શાળા કક્ષાએ ભાગ લીધેલ તેમાંથી એક થી ચાર ક્રમે આવનાર 16 છાત્ર વચ્ચે સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં રંગોળી સ્પર્ધામાં પીપળીયા આરતી પ્રથમ ક્રમે આવી ચિત્ર સ્પર્ધામાં બગડા માનસી નિબંધ સ્પર્ધામાં શેલાર નીતિ વક્રતૃત્વ સ્પર્ધામાં દેવમુરારી ક્રિષ્ના પ્રથમ ક્રમે આવી હતી સંસ્થાના ચેરમેન ભાવેશભાઈ રાદડિયા એ તમામ ડાયરેક્ટરો દ્વારા સ્પર્ધામાં વિજેતા થનાર 16 છાત્રોને રોકડ પુરસ્કાર તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલ આ પ્રસંગે ટીડીઓ તુષાર રાદડિયા પી.એસ.આઇ.એસ.આર ગોહિલ સહિત આમંત્રિત મહેમાનો અને શિક્ષકો ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીએમ રાખસીયા એ કરેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

IMG-20240212-WA0106.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *