મુંબઈ,
લોજિસ્ટિક્સ સેક્ટરની કંપની ટાઈગર લોજિસ્ટિક્સ ઈન્ડિયાએ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી અનુસાર, સ્ટોક સ્પ્લિટ ૧ઃ૧૦ ના રેશિયોમાં હશે. તેનો મતલબ એ છે કે ૧૦ રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેર ૧ રૂપિયાની ફેસ વેલ્યુના ૧૦ શેરમાં સ્પ્લિટ થશે. કંપનીએ કહ્યું કે આ ર્નિણયથી શેરની લિક્વિડિટી વધશે જેથી નાના શેરહોલ્ડર્સ અથવા રોકાણકારો પણ ટાઈગર લોજિસ્ટિક્સના શેર ખરીદી શકશે. કંપનીએ સ્ટોક સ્પ્લિટ માટે ૪ માર્ચની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. ટાઈગર લોજિસ્ટિક્સ એ વૈશ્વિક લોજિસ્ટિક્સ કંપની છે. તે કાર્ગો પ્રોજેક્ટ્સની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય આયાત અને નિકાસનું સંચાલન કરે છે. કંપનીની શરૂઆત વર્ષ ૨૦૦૦માં થઈ હતી.
ગયા શુક્રવારે ૧૬ ફેબ્રુઆરીના રોજ ટાઇગર લોજિસ્ટિક્સના શેર અંદાજે ૩ ટકાના વધારા સાથે ૮૦૯.૩૫ રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા ૪ વર્ષમાં કંપનીના શેરે બમ્પર રિટર્ન આપ્યું છે. ૧૯ માર્ચ, ૨૦૨૦ ના રોજ ટાઇગર લોજિસ્ટિક્સના શેરના ભાવ ૨૫.૫ રૂપિયા હતા. તે ભાવથી ૧૬ ફેબ્રુઆરીના બંધ ભાવ સુધી શેરના ભાવમાં લગભગ ૩૦૭૩.૯૨ ટકાનો ઉછાળો આવ્યો છે. જાે કોઈ રોકાણકારે કોરોનાના સમયગાળા દરમિયાન ૨૫.૫ રૂપિયાના સ્તર પર શેરમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને અત્યાર સુધી શેર રાખ્યા હોય, તો તેની વેલ્યુ હાલ ૩૧.૭૩ લાખ રૂપિયાથી વધારે થઈ ગઈ હોત.
આ ગણતરી મૂજબ કોઈ ઈન્વેસ્ટર્સે ૫૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આ રકમ અંદાજે ૧૫.૮૬ લાખ રૂપિયાથી વધારે બની ગઈ હોત. જાે આપણે છેલ્લા ૧ વર્ષની વાત કરીએ તો ટાઈગર લોજિસ્ટિક્સના શેરમાં ૧૧૩ ટકાનો વધારો થયો છે. ડિસેમ્બર ૨૦૨૩ ના અંત સુધીમાં, ટાઇગર લોજિસ્ટિક્સમાં પ્રમોટરોનો હિસ્સો ૫૭.૧૦ ટકા હતો. મ્જીઈ અનુસાર કંપનીનું કુલ માર્કેટ કેપ ૮૫૫ કરોડ રૂપિયાથી વધારે છે.

