સરદાર સરોવર ડેમ હજુ પણ ૬૪ ટકા ભરાયેલો
અમદાવાદ,
આ વખતે સૂર્યનારાયણ ગમે તેટલા તપસે પણ ગુજરાતવાસીઓને પાણીની તંગી નહીં પડે. કેમ કે સરદાર સરોવર ડેમ હજુ પણ ૬૪ ટકા ભરાયેલો છે. હાલ પણ નર્મદા ડેમની સપાટી ૧૨૯.૮૫ મીટર નોંધાઈ છે. તેમજ ઉપરવાસમાંથી પાવર હાઉસ ચાલતા ૧૩,૭૭૯ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પીવા અને સિંચાઈ માટે ૧૮,૨૨૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે ખૂબ આનંદની વાત છે. ઉનાળો શરૂ થતાં જે રીતે પાણીની પરાયણ સર્જાય છે તે આ વખતે નહી થાય. આકરા ઉનાળામાં ગુજરાત પાણી વગર હવે તરસ્યું નહીં રહે. પીવા અને સિંચાઈ માટે ૧૮,૨૨૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તેમજ નર્મદા ડેમમાં ૩૧૮૭.૯૪ દ્બષ્ઠદ્બ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો હાલમાં છે. ઉનાળામાં પણ રાજ્યના લોકોને પાણી માટે વલખા મારવા નહીં પડે. આકરા ઉનાળામાં પણ ગુજરાત વાસીઓને પીવા અને સિંચાઈનું પાણી મળી રહેશે.

