Gujarat

ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી..    વીજપડી પોલીસ સ્ટેશનમાં યોજાયો કાર્યક્રમ…..

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે મીટીંગ યોજાઈ..વિજપડી ગામમાં રહેતા નાગરિકોને પરસ્પરની વાત કરવામાં આવી. આ તકે પી.એસ.આઇ. આર એલ રાઠોડ એ.એસ.આઈ. મનસુખભાઈ સોલંકી તેમજ અન્ય સ્ટાફ દ્વારા ગ્રામજનોને ટ્રાફીક વિશે અને અન્ય જાગૃતતા લાવવા માટે મીટીંગ યોજાઈ હતી. ઘણા સમયથી અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય ત્યારે હેલ્મેટ પહેરવું, ચાલુ ગાડીએ ફોન ન વાપરવો જેવી ધણી બાબતોનું માર્ગદર્શન પી.એસ.આઇ. રાઠોડ દ્વારા આપવામાં આવેલ. ગ્રામજનોને પણ કોઈ પણ પ્રશ્ર્નો હોય તો જણાવવા વિનંતી કરી હતી અને વિજપડી ગ્રામજનો દ્વારા પી.એસ.આઇ. રાઠોડને કરવામાં આવેલ અમુક વાતો પર ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વીજપડી વેપારી તેમજ ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા એકંદરે પોલીસ એ લોકસમુદાયના મિત્ર છે. એવી ભાવના સાથે આ મિટીંગ પૂર્ણ થઈ હતી. એમ અનિરુદ્ધ ત્રિવેદીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

IMG-20240219-WA0003-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *