ડેઇલી સુરત,અમદાવાદની ટ્રેન , એડવાન્સ બુકિંગ સુવિધાઓ ચાલુ કરાવો
ભૌતિક સુવિધાઓ નિર્માણ પામી પણ હજુ ટ્રેનના કોઈ ઠેકાણા થતા નથી.
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ને ઘણા વર્ષો પછી બ્રોડગેજ રેલવે સુવિધાઓ પ્રાપ્ત થઇ છે ત્યારે તે પૂર્ણ પ્રમાણ માં લોકોને પ્રાપ્ત થાય એ ખુબ જરૂરી ત્યારે વડિયા રેલવે સ્ટેશનર હાલ ભૌતિક સુવિધાઓથી નવા રૂપ રંગ સાથે કાર્યરત થયા ને ઘણો સમય થયો અનેક રાજકીય નેતાઓએ તેની વિવિધ પ્રોગ્રામ હેતુ મુલાકાતો પણ લીધી પરંતુ આજદિન સુધી લોકોને મળતી પૂરતી સુવિધાઓ પ્રાપ્ત થઇ શકી નથી. ત્યારે વડિયા રેલવે સ્ટેશન પર આસપાસ ના વિસ્તાર ના મોટી સંખ્યા માઁ પેસેન્જર મળે તે માટે આ તાલુકા મથક પર એડવાન્સ બુકિંગ ની સુવિધાઓ, સુરત, અમદાવાદ, વડોદરા ની લાંબા અંતરની કાયમી ટ્રેન સાથે નિયત જગ્યા પર ટ્રેન ના નક્કી કરેલા ડબ્બા ઉભા રહે તે ખુબ જરૂરી છે આ સુવિધાઓ લોકોને ઝડપી પ્રાપ્ત થાય તે માટે લોક માંગણી ઉઠતી જોવા મળી છે અને આ સુવીધાઓ આપવાથી રેલવે વિભાગને પણ પૂરતા પેસેન્જર નો ટ્રાફિક મળશે તેવુ માનવામાં આવી રહ્યું છે ત્યારે વડિયા ના રેલવે સ્ટેશન પર તમામ સુવીધાઓ સાથે એડવાન્સ બુકિંગ અને કાયમી લાંબા અંતરની ટ્રેનો શરુ કરવામાં આવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.

