Delhi

રાજસ્થાનની પેટા ચુંટણીમાં હાર બાદ ભાજપમાં જ આંતરિક ઘમાસાણ

નવી દિલ્હી
આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ માટે તૈયારી કરવા પર આ ચિંતન બેઠકમાં જાેર આપવામાં આવશે.બીજી તરફ ભાજપના સંખ્યાબંધ નેતાઓ અત્યારથી જ મુખ્યમંત્રી પદની રેસમાં પોતાને પ્રોજેક્ટ કરી રહ્યા હોવાનુ કહેવાઈ રહ્યુ છે. જ્યારે વસુંધરા રાજે સમર્થકોએ તાજેતરમાં જ વસુંધરા રાજે સમર્થ મંચ બનાવીને તેમને ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવા માંડ્યા છે.રાજસ્થાનમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાર બાદ ભાજપમાં ચાલી રહેલુ આંતરિક ઘમાસાણ હવે જાહેરમાં આવી ગયુ છે. રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે અને ભાજપના વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ગુલાબ ચંદ કટારિયાના જુથ વચ્ચે કેટલાય સમયથી ખેંચતાણ ચાલી રહી છે. વસુંધરા રાજેને ભાજપના સ્ટાર પ્રચારક ગણાવવા સામે ગુલાબ ચંદ કટારિયાએ કહ્યુ હતુ કે, ગઈ ચૂંટણીમાં વસુંધરા રાજે ક્યાં હતા..સ્ટાર પ્રચારક ખાલી નામના છે…જાેકે તેમણે વસુંધરા રાજેને ચૂંટણીમાં હાર માટે જવાબદાર નહોતા ઠેરવ્યા પણ કહ્યુ હતુ કે, ઉમેદવારોની ખોટી પસંદગી હાર માટે જવાબદાર છે. કટારિયમાં હાલમાં ભાજપની ચિંતન બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.તેમણે પત્રકારોને કહ્યુ હતુ કે, સ્ટાર પ્રચારક ખાલી નામના હોય છે.છેલ્લી ત્રણ ચૂંટણીમાં વસુંધરા રાજે ક્યાં હતા… પાર્ટીમાં કોઈ વ્યક્તિ નહીં પણ વિચાર મહત્વપૂર્ણ હોય છે.પાર્ટી સામૂહિક ર્નિણયોથી ચાલતી હોય છે.પેટા ચૂંટણીમાં અમારા ઉમેદવાર જનતાને સ્વીકાર્ય નહોતા તે સ્વીકાર કરવામાં અમને કોઈ વાંધો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *