ફ્રાન્સ
ડેવિડ વોર્નરે આ વર્લ્ડ કપમાં ત્રણ અર્ધસદી ફટકારી હતી. તેણે ફાઇનલમાં ૫૩ રન બનાવ્યા અને ટીમને સારી શરૂઆત અપાવી. અગાઉ, સેમિફાઇનલમાં ૪૯, અને વેસ્ટ ઇન્ડિઝ સામે કરો યા મરો મેચમાં અણનમ ૮૯ રન બનાવ્યા હતા. વોર્નરે ૨૮૯ રન બનાવીને ટી૨૦ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે મેથ્યુ હેડનના ૨૬૫ રનના રેકોર્ડને પાછળ છોડી દીધો. હેડને આ કારનામું ૨૦૦૭ના વર્લ્ડ કપમાં કર્યું હતું. વોર્નરની રમત ૈંઁન્ ૨૦૨૧ ની નિરાશા પછી આવે છે જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી હતી. ત્યારબાદ કેટલીક મેચોમાં રન બનાવવામાં નિષ્ફળ રહેવાને કારણે તેને ટીમની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. ટીમની છેલ્લી મેચ દરમિયાન ડેવિડ વોર્નર મેદાનમાં પણ જાેવા મળ્યો ન હતો, તે હોટલમાંથી જ મેચ જાેઈ રહ્યો હતો. બાદમાં જ્યારે તે છેલ્લી મેચમાં સ્ટેડિયમ પરત ફર્યો ત્યારે ટીમ ડગઆઉટથી દૂર ફૈંઁ સ્ટેન્ડથી મેચ જાેઇ રહેલો જાેવા મળ્યો હતો.ડેવિડ વોર્નર માટે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ઉતાર-ચઢાવ રહ્યા છે. ૈંઁન્ ૨૦૨૧માં એક મહિના પહેલા, તેને સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને હોટલમાં રહેવાની ફરજ પડી હતી. પરંતુ ૧૪ નવેમ્બરે ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયાને ્૨૦ વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તેમજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. આ પછી તેની પત્ની કેન્ડિસ વોર્નરે ટીકાકારોને હચમચાવી દીધા હતા. ઓસ્ટ્રેલિયાનો ખિતાબ જીત્યા બાદ તેણે ટિ્વટ કરીને ગુસ્સો કર્યો હતો. ડેવિડ વોર્નરને આઉટ ઓફ ફોર્મ કહેનારાઓને કેન્ડિસે નિશાન બનાવ્યા હતા. પહેલા, કેન્ડિસે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ની ફાઇનલમાં ડેવિડ વોર્નરની ફિફ્ટીનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, ‘આઉટ ઓફ ફોર્મ!!’ આ સાથે, તેણે આશ્ચર્યમિશ્રીત ઉદાસી અને હાસ્યનો ઇમોજી પણ પોસ્ટ કર્યો. ત્યારબાદ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનવાનો ફોટો પોસ્ટ કરતા તેણે લખ્યું, ‘આઉટ ઓફ ફોર્મ, ખૂબ જ વૃદ્ધ અને ધીમા! ડેવિડ વોર્નરને અભિનંદન.’ ડેવિડ વોર્નરે ્૨૦ વર્લ્ડ કપમાં ૨૮૯ રન બનાવ્યા હતા. આ રમતના કારણે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.


