International

ઓસ્ટ્રેલિયાને મિશેલ માર્શે પિતાની જેમ જ વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા

ફ્રાન્સ
મિશેલ માર્શે પોતાના પરિવારને વધુ એક વર્લ્‌ડ કપ અપાવ્યો છે. મિશેલે તે જ કર્યું જે તેના પિતા જૈફ માર્શે ૩૪ વર્ષ પહેલા કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્‌સમેનોમાંના એક, જૈફ માર્શ ૧૯૮૭માં ર્ંડ્ઢૈં વર્લ્‌ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમના મહત્વના સભ્ય હતા. જૈફ માર્શે તે વર્લ્‌ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે ૨ સદીની મદદથી ૪૨૮ રન બનાવ્યા હતા અને તે ડેવિડ બૂન પછી સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન હતા. જૈફ માર્શે ત્યારબાદ ૧૯૯૯માં મુખ્ય કોચ તરીકે ઓસ્ટ્રેલિયાને તેમનો બીજાે વર્લ્‌ડ કપ ખિતાબ અપાવ્યો. હવે તેના પિતાના પગલે ચાલીને, મિશેલ માર્શે પણ તેના પરિવારના પ્રખ્યાત રેકોર્ડમાં લખાયેલ વધુ એક વર્લ્‌ડ કપ ટાઇટલ મેળવ્યું છે. પિતાની જેમ મિશેલ માર્શે પણ આ ફોર્મેટમાં ટીમને પ્રથમ વર્લ્‌ડ કપ જીતાડ્યો હતો. આટલું જ નહીં, તેના પિતાની જેમ મિશેલ પણ તેની ટીમ માટે બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. મિશેલે માત્ર ૫ ઇનિંગ્સમાં ૬૧.૬૬ની એવરેજ અને ૧૪૬.૮૨ના શાનદાર સ્ટ્રાઇક રેટથી ૧૮૫ રન બનાવ્યા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે.૧૪ વર્ષથી ચાલી રહેલી રાહ આખરે ૧૪મીએ પૂરી થઈ. પાંચ વખત વર્લ્‌ડ ચેમ્પિયન બનેલી ટીમ ફરી એકવાર વર્લ્‌ડ ચેમ્પિયન બની, પરંતુ તે છેલ્લા કેટલાક ટાઈટલ કરતાં વધુ ખાસ છે કારણ કે તે પ્રથમ વખત છે. ૧૯૮૭માં પ્રથમ વખત ર્ંડ્ઢૈં વર્લ્‌ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમે ૨૦૨૧માં પ્રથમ વખત ્‌૨૦ વર્લ્‌ડ કપ નો ખિતાબ જીત્યો હતો. ૨૦૦૭ માં શરૂ થયેલા ્‌૨૦ વર્લ્‌ડ કપના ૧૪ વર્ષ પછી, ઓસ્ટ્રેલિયા એ આખરે ૧૪ નવેમ્બરે ફાઇનલમાં તેમના પાડોશી ન્યુઝીલેન્ડ ને હરાવીને પ્રથમ વખત આ વર્લ્‌ડ કપ પર કબજાે કર્યો. આ ખેલાડી, જેના પિતાએ ૧૯૮૭માં ઓસ્ટ્રેલિયાને પ્રથમ વર્લ્‌ડ કપ જીતાડ્યો હતો, તેણે ઓસ્ટ્રેલિયાને આ ઐતિહાસિક વર્લ્‌ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી વખત ટી-૨૦ વર્લ્‌ડ કપની ફાઈનલ રમી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમને માત્ર ઓસ્ટ્રેલિયાના સિવાય ભાગ્યે જ કોઈને અહીં પહોંચવાની આશા હતી. ખિતાબ તો દૂરની વાત છે, પરંતુ આરોન ફિન્ચની ટીમે બધાને ખોટા સાબિત કરીને પોતાનું પહેલું ટાઈટલ જીત્યું. દુબઈમાં રમાયેલા ્‌૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર ન્યૂઝીલેન્ડને પોતાનો શિકાર બનાવ્યો અને ૮ વિકેટથી ચમચમાતી વર્લ્‌ડ કપ ટ્રોફી જીતી લીધી. આ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જીતનો સિતારો બનેલા મિશેલ માર્શે ૭૭ રનની અણનમ ઇનિંગ રમીને ટીમને ટાઇટલ સુધી પહોંચાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *