નવી દિલ્હી
આઇપીએલમાં ખરાબ પ્રદર્શન બાદ ડેવિડ વોર્નરને સનરાઇઝર્સ હૈદરાબાદે પ્લેઇંગ-૧૧માંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ આ ડાબા હાથના બેટ્સમેને ફરી એકવાર સાબિત કર્યું કે, તે મોટી મેચોનો ખેલાડી છે. વોર્નરે સેમીફાઈનલમાં પાકિસ્તાન સામે ૪૯ અને ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ૫૩ રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. આ બેટ્સમેને ૭ મેચમાં ૧૪૬ના સ્ટ્રાઈક રેટથી ૨૮૯ રન બનાવ્યા છે. વોર્નરે આ ટૂર્નામેન્ટમાં ત્રણ અડધી સદી ફટકારી હતી મોહમ્મદ રિઝવાન વર્ષ ૨૦૨૧માં ૧૦૦૦ થી વધુ ્૨૦ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે. ્૨૦ વર્લ્ડ કપમાં પણ તેનું જબરદસ્ત ફોર્મ રહ્યું હતું. ભારત સામેની પ્રથમ મેચમાં આ બેટ્સમેને અણનમ ૭૯ રન બનાવ્યા હતા. આ સિવાય સેમિફાઇનલમાં પણ આ બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામે ૬૭ રન બનાવ્યા હતા. રિઝવાને ૬ મેચમાં ૭૦ની એવરેજથી ૨૮૧ રન બનાવ્યા છે. તેણે ત્રણ અડધી સદી ફટકારી હતી. જાેસ બટલર ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧માં સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં ૧૩ સિક્સ પણ ફટકારી હતી. બટલરે ૬ મેચમાં ૧૫૧ની સ્ટ્રાઈક રેટ અને ૯૦ની આસપાસની એવરેજથી ૨૬૯ રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૧૦૧ રન હતોઓસ્ટ્રેલિયા ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧નું વિજેતા બની ગયું છે. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ન્યુઝીલેન્ડ ને ૮ વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ વખત ્૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. આપણે ટોપ-૫ બેટ્સમેનોની યાદી જાેઈએ. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર, પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ રિઝવાન, ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જાેસ બટલર અને શ્રીલંકાના યુવા ખેલાડી ચરિત અસલંકાએ બેટથી ધૂમ મચાવી છે. આ ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા બાબર આઝમ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧માં ૩૦૦ રન પાર કરનાર એકમાત્ર બેટ્સમેન હતો. પાકિસ્તાનના કેપ્ટને ૬ મેચમાં ચાર અડધી સદીની મદદથી ૩૦૩ રન બનાવ્યા હતા. તેની સરેરાશ ૬૦ હતી અને તેનો સ્ટ્રાઈક રેટ ૧૨૬ હતો. ડેબ્યૂ ટી૨૦ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ આઝમના નામે છે.
