Gujarat

સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે અરજીઓ મોકલવા બાબત

 સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા પછી ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમ આગામી તા.૨૪/૧૧/૨૦૨૧ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી ધ્રોલના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ધ્રોલના સભાખંડમાં યોજવામાં આવશે. આ માટે દિવસ-૧૦માં અરજીઓ મોકલી આપવાની રહેશે. આ કાર્યક્રમમાં પ્રશ્ન રજુ કરવા માટે અરજદારે તાલુકા ફરિયાદ નિવારણના કાર્યક્રમના મથાળા હેઠળ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી ધ્રોલને અરજી મોકલવાની રહેશે. તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામકક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામપંચાયતતલાટી-કમ મંત્રીગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણીત રહેલ હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત હોયઆ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારી ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએઆ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશેઅરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશેસામુહિક રજુઆતો કરી શકશે નહિતેમ મામલતદાર ધ્રોલની યાદી દ્વારા જણાવી મામલતદારશ્રી દ્વારા ધ્રોલ તાલુકાના સમગ્ર નાગરિકને તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *