Gujarat

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રજપૂત સમાજની વાડીમા સમાજના બહેનો અને આગેવાનો ભેગા થયા હતા અને ખોડીયાર માતાના મંદિરે દર્શન કરી ને વિરોધ પ્રદર્શન કરી ને ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા

 રાજપૂત સમાજનું ઉગ્ર આંદોલન અને રૂપાલાની ટીકીટ કાપવાના ના આવતા કાળા વાવટા ફરકાવી બોડેલીના અલીપુરા ચોકડી ઉપર પહોંચતા પોલીસ સાથે સંઘર્ષ થયો હતો અને  પોલીસે રજપુત સમાજના  ૫૦ થી વધુ લોકો ની ધરપકડ કરી જ્યારે બોડલી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ આવવાના હોવાથી તેઓની સભા મંડપ જવા માટે રાજપૂત સમાજ ના લોકો પ્રયત્ન  કરતા પોલીસ સાથે સંઘર્ષ કર્યો કતો જ્યારે ભાજપ રૂપાળા ની ટિકિટ રદ નહીં કરે તો ગામે ગામ વિરોધ કરવામાં આવશે.. જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર માટે પ્રચાર માટે કાર્ય કરવાની મીટીંગ પહેલા રાજપૂત સમાજનો આક્રોશ ફાટી નીકળતા છોટાઉદેપુર જિલ્લામાં મચી ગયો છે રાજપુતો સંકલ્પ લીધો છે આગામી દિવસોમાં જલજ આંદોલન કરવામાં આવશે અને ગામેગામ ભાજપ ના કાર્યકર પ્રવેશ થવા દેવામાં નહીં આવે