આગામી લોકસભાની ચૂટણીમા જીત મેળવવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બીજેપીના મધ્યસ્થ કાર્યાલયે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયુ. સીઆર પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કરતાં પેજ પ્રમુખોને કામે લાગી જવા આહવાન કર્યું છે. પક્ષમાં પેજ પ્રમુખોના મહત્વને સમજાવતા પાટીલે ચૂટણી જીતવા માટેનું ગણિત સમજાવ્યું. ગત વિધાનસભાની ચૂટણીમા થોડી મહેનતની કચાસથી થોડા મતો ઓછા આવ્યા અને ૨૦ બેઠકોનું નુકસાન ગયાનું જણાવી આવતીકાલથી જ પેજ પ્રમુખોને કામે લાગી જવાં આહવાન કર્યું છે, સાથે તમામે તમામ ૨૬ બેઠક પાંચ લાખ કરતા વધુ મતોથી અને એમાં પણ છોટાઉદેપુર બેઠક ૬,૩૦,૦૦૦ મતોથી વિજય અપાવવા કાર્યકર્તાઓને સંકલ્પ લેવડાવ્યા છે. કાર્યકર્તા સંમેલનમાં છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર જશુ રાઠવા અને લોકસભા વિસ્તારની સાતે સાત વિધાનસભાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

