Entertainment

વિભવ અને સુભાએ પરસ્પર સંમતિથી તેમની સગાઈ તોડવાનું નક્કી કર્યું

કલર્સ ટીવીના પૌરાણિક શો ‘શિવ શક્તિ – તપ તાંડવ ત્યાગ’માં દેવી શક્તિનો રોલ કરનાર અભિનેત્રી સુભા રાજપૂતની સગાઈ તૂટી ગઈ છે. સુભાએ લગભગ દોઢ વર્ષ પહેલા એટલે કે ૨૫ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પદ્માવત ફેમ એક્ટર વિભવ રોય સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે બંને એકબીજાથી અલગ થઈ ગયા છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. અને બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એકબીજા સાથે પોસ્ટ કરેલી તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. વર્ષ ૨૦૧૯માં, સુભા અને વિભવની મુલાકાત વેબ સિરીઝ ‘પ્યાર ઈશ્ક રેન્ટ’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. ૩ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ તેઓએ સગાઈ કરવાનો ર્નિણય કર્યો.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વિભવ અને સુભાએ પરસ્પર સહમતિથી સગાઈ તોડવાનો ર્નિણય લીધો છે. સૂત્રએ જણાવ્યું કે સુભા હાલમાં શિવ-શક્તિના શૂટિંગ માટે મુંબઈથી દૂર ઉમરગાંવમાં રહે છે. ‘લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ’માં એકબીજાથી દૂર રહ્યા પછી બંનેને સમજાયું કે તેઓ જીવનમાં અલગ વસ્તુઓ ઇચ્છે છે. જાે કે, પરિવારની સંડોવણીને કારણે તે બંને માટે મુશ્કેલ સમય હતો. પરંતુ બંનેએ સાથે મળીને યોગ્ય ર્નિણય લેવાનો પ્રયાસ કર્યો. સુભા અને વિભવ બંનેએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શોથી કરી હતી.

જાે કે, કેટલીક સિરિયલોમાં કામ કર્યા પછી, વૈભવ ફિલ્મો તરફ વળ્યો, જ્યારે સુભાએ ટીવી અને ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું યોગ્ય માન્યું. સુભા ખરેખર ઇશ્કબાઝમાં પ્રિયંકા સિંહ ઓબેરોયની ભૂમિકા ભજવીને ચર્ચામાં આવી હતી. શિવ શક્તિ – તપ ત્યાગ તાંડવ પહેલા, તે શાલિન ભનોટ સાથે સીરિયલ ‘બેકાબૂ’માં જાેવા મળી હતી. પરંતુ ‘શિવ શક્તિ’ સુભાની મુખ્ય અભિનેત્રી તરીકેની પ્રથમ ટીવી સિરિયલ છે. હાલમાં, તેનો શો ૧.૭ ના ્‌ઇઁ રેટિંગ સાથે ‘ટોપ ૫’ શોની યાદીમાં સામેલ છે.