Gujarat

આંતર રાજ્ય ચેકપોસ્ટ હલદી મહુડી પરથી છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય બહારનો ઘર-ફોડ ચોરીનો ભાગતો ફરતો આરોપીને ઝડપી પાડતી રંગપુર પોલીસ.

 રાજેંદ્રસિંહ ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા નાઓએ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને આંતર રાજ્ય ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ કરી છોટાઉદેપુર જીલ્લામાં નાશતા ફરતા આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારે જરૂરી સુચના કરેલ જે અંન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ  એ.આર.ડામોર પો.સ.ઈ રંગપુર પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના પોલીસ માણસો સાથે હલદી મહુડી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રંગપુર પો.સ્ટે.ગુ.ર.નં.એ- ૧૧૧૮૪૦૦૮૨૪૧૦૨૯૬ /૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭ મુજબના ગુન્હાના કામે નાશતો ફરતો આરોપી ધુમલાભાઇ શંકરભાઇ ભીલ ઉ.વ.૨૪ રહે.થાણા ફળીયા વાવ તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાનો પોતાના ગામેથી અંગત કામકાજ અર્થે લેહવાંટ ગામ તરફ ખાનગી વાહનમાં આવતો હોવાની મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે આંતર રાજ્ય ચેકપોસ્ટ હલદી મહુડી ખાતે વાહન ચેકિંગ દરમ્યાન સદર બાતમી હકીકત વાળો ઇસમ મળી આવતા તેને પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.