Gujarat

ગોગજીપૂરા શક્તિધામ ખાતે  ૧૨ માં પાટોત્સવની ઉજવણી કરાઈ

ચૈત્ર સુદ આઠમ ના પવિત્ર દિવસ નિમિત્તે કઠલાલ તાલુકાના ગોગજીપૂરા શક્તિ ધામ ખાતે  સમગ્ર ઝાલા વંશ ની કુળદેવી શક્તિ માતાજી ના મંદિર ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા  ૧૨ માં પાટોસત્વ ની ઉજવણી કરવામાં આવી.સાથે સાથે  ગામના ૨૦ બટુકો નીસમૂહ ચૌલક્રિયા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.માતાજીને શ્રીફળ હોમી નવચંડી યજ્ઞ તેમજ ગામના યુવાનો દ્વારા સતત મહેનત કરી માતાજી ના ભંડારા નું આયોજન કરાયું ગામના યુવક મંડળો ભેગા થઈ માતાજીના પ્રસંગ ને ધામધૂમ પૂર્વક ઉજવાયો.