નવી દિલ્હી ,
મુસાફરનું બ્લડ પ્રેશર ઓછું હતું અને તે સતત પરસેવો વળી રહ્યો હતો. આવી સ્થિતિમાં મેં તેના પગ સીધા કર્યા અને બાદમાં તેની છાતીમાં ઘસવાનું શરૂ કર્યું. તેને ગ્લુકોઝ પણ આપ્યું. લગભગ ૩૦ મિનિટ પછી તે સ્વસ્થ થઈ ગયો. સાથે જ કરાડેએ પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘આભાર, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. હું ખરેખર નમ્ર છું અને મારી ફરજાેમાં આપણા દેશ અને નાગરિકો પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને સમર્પણને પરિપૂર્ણ કરવા માટે આતુર છું. તમારા માર્ગદર્શનને અનુસરીને ‘સેવા અને સમર્પણ’ દ્વારા લોકોની સેવા. જય હિંદ.’કેન્દ્રીય મંત્રી કરાડેએ ફ્લાઇટમાં એક પેસેન્જરની પ્રાથમિક સારવાર કરી હતી. ઉલ્લેખનીય છે કે,તેમની દિલ્હીથી મુંબઈ ફ્લાઈટ દરમિયાન એક પેસેન્જરને ચક્કર આવવા લાગ્યા. આવી સ્થિતિમાં મંત્રીએ તેમની મદદ કરીને તેમનો જીવ બચાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કરાડ પણ ડોક્ટર હોવાથી તેણે પેસેન્જરને પ્રાથમિક સારવાર આપી હતી. આ ઘટના બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડના વખાણ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી કરાડના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરે બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે ચક્કર આવ્યા હતા. બાદમાં તેમની તબિયત વધુ લથડતા મંત્રી કરાડે પેસેન્જરની પ્રાથમિક સારવાર આપી હતી. આ વિશેની માહિતી મળતાં, પીએમ મોદીએ ફ્લાઇટમાં બીમાર પડેલા સહ-યાત્રીની મદદ કરવા માટે કેન્દ્રીય મંત્રી ભગવત કરાડની પ્રશંસા કરી. પીએમ મોદીએ ટિ્વટ કરીને લખ્યુ, ‘હંમેશા, હદયથી એક ડોક્ટર, મારા સાથી દ્વારા કરવામાં આવેલુ અદ્ભુત કામ.’


