Gujarat

ચોરવાડ ખાતે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી નો 547 મો પ્રાગટ્ય મહા મહોત્સવ… વધાઈ 

અખંડ ભુમંડલ આચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી નો 547 મો પ્રાગટ્ય મહા મહોત્સવ શ્રી મદનમોહન લાલજી ની હવેલી ચોરવાડમાં ધૂમધામ થી ઉજવવામાં આવ્યો જેમાં વલ્લભ સદન માંથી વર્ણાવી શોભા યાત્રા બજારના વિવિધ ઇલાકાઓમાંથી નીકળી હતી અને મદનમોહન લાલજી ની હવેલી એ પહોંચી ત્યાં તિલક આરતી થયા બાદ ઠાકોરજીના દર્શન કરાવવામાં આવ્યા હતા. જેમાં ખાસ નો બંગલો ગિરિરાજજીની તળેટીમાં શ્રી મહાપ્રભુજી ની બેઠકજીના દર્શન કરાવવામાં આવ્યા હતા જેમાં ચોરવાડના પુરુષ મંડળ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યો હતો શ્રી ચેતનભાઇ મુખ્યાજી દ્વારા સમગ્ર મનોરથ કરવામાં આવ્યો હતો સૌને રાધે રાધે જય શ્રી કૃષ્ણ તથા ઉત્સાહ ભર્યું  આયોજન કરાયું હતુ