Gujarat

ધંધુકા-ધોલેરા રોડ પર સુમો કાર પલટી

ધંધુકા-ધોલેરા માર્ગ પર રોજકા ગામ નજીક આજે TATA કંપનીના ઇજનેરોને લઈ જતી સુમો કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ ઇજનેરોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ધંધુકાની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિકો અને રાહદારીઓએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધંધુકાની RMS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, હોસ્પિટલમાં દાખલ તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ઇજનેરોમાં ગ્યાનેંદ્રકુમાર, ચંદન કુમાર, ઉપેન્દ્ર કુમાર, રવિકુમાર અને શંકર નારાયણનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ, વાહન અચાનક કાબૂ ગુમાવતા રોડની બાજુમાં પલટી ખાઈ ગયું હતું. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની વધુ તપાસ કરવામાં આવી રહી છે.