Gujarat

માણેજા ગાર્ડન પાસેના જુગારઅડ્ડા પર મકરપુરા પોલીસનો દરોડો

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માણેજા ગાર્ડન સામેની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને 10 શખસોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને 7 મોબાઈલ ફોન મળી કુલ રૂ.56,000નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા 10 શખસોને ઝડપાયા વડોદરા શહેર મકરપુરા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન, અ.હે.કો. હિતેશભાઈ વેલજીભાઈ અને પો.કો. કપિલ ભીમજીભાઈને મળેલી ચોક્કસ અંગત બાતમીના આધારે માણેજા ગાર્ડન, સંતોષી માતા મંદિર સામેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ખુલ્લી જગ્યામાં ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમતા 10 ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા. 56,000નો મુદ્દામાલ જપ્ત પોલીસે સ્થળ પરથી દસ આરોપીઓ સાથે તેઓની અંગ ઝડતીના રોકડા રૂપિયા, જમીન દાવના રોકડા રૂપિયા, મોબાઈલ ફોન (નંગ-07), પત્તા (ગંજીપત્તા) મળી કુલ રૂપિયા 56,000ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ

  1. અક્ષય રમેશભાઈ પાટણવાડીયા (ઉં.વ. 29, રહે. ભાથુજી ફળીયા, માણેજા)
  2. નરેશ કાલીદાસ પરમાર (ઉં.વ. 38, રહે. વુડાના મકાન, માણેજા)
  3. અર્જુનભાઈ ભાઈલાલભાઈ પઢીયાર (ઉં.વ. 37, રહે. ભાથુજી ફળીયા, માણેજા)
  4. સંદીપ સહદેવભાઈ પઢીયાર (ઉં.વ. 32, રહે. ભાથુજી ફળીયા, માણેજા)
  5. વિજયભાઈ મગનભાઈ ઠાકોર (ઉં.વ. 48, રહે. ભાથુજી ફળીયા, માણેજા)
  6. મિલન નવીનભાઈ પટેલ (ઉં.વ. 34, રહે. આશુતોષ ટાવર, માણેજા)
  7. પિયુષકુમાર વિનોદભાઈ પાટણવાડીયા (ઉં.વ. 37, રહે. ભાથુજી ફળીયા, માણેજા)
  8. શૈલેષભાઈ અરવિંદભાઈ પરમાર (ઉં.વ. 26, રહે. ભાથુજી ફળીયા, માણેજા)
  9. સાગર પ્રવિણભાઈ ઠાકોર (ઉં.વ. 29, રહે. વલ્લભ નગર, માણેજા)
  10. વિક્રમ ઉર્ફે કાંચો માનબહાદુર ખત્રી (ઉં.વ. 26, રહે. શ્રીરામ નગર, માણેજા)