જામનગરના લાખોટા તળાવમાં ગેટ નંબર ચાર અને પાંચ ની વચ્ચે કસરત કરવા માટે અલગ અલગ સાધનો મૂકવામાં આવ્યા છે પરંતુ આ સાધનોની જાળવણી કરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે કારણ કે તેમાં મૂકવામાં આવેલા સાધનો પૈકી બે સાધનો તો સાવ તૂટી જ ગયા છે જ્યારે અન્ય એક સાધનમાં તિરાડ પડી ગઈ હોવાથી તેનો ઉપયોગ કરતી વખતે અકસ્માત નો ભય લોકોને સતાવી રહ્યો છે.
તો વળી આટલું ઓછું હોય તેમ મહાનગરપાલિકા દ્વારા આ તૂટેલા સાધનોને દૂર પણ કરી રહી નથી જેને કારણે સવારે એને સાંજે કસરત માટે આવતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો તળાવની પાળે ચાલવા આવતા હોય છે. જે બાદ કસરતના સાધનોનો ઉપયોગ કરીને તેઓ કસરત કરતા હોય છે તો વળી હાલ વેકેશન પણ ચાલી રહ્યું છે જેને કારણે મોટી સંખ્યામાં લોકો સવારે અને સાંજે અહીં ચાલવા તેમજ કસરત કરવા આવી રહ્યા છે. આથી તંત્ર દ્વારા તાત્કાલિક તૂટેલા સાધનોને દૂર કરી અને નવા સાધનો મૂકવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી છે.

