લોકશાહીના પર્વની આજે 7 વાગેથી શરૂઆત થઈ છે. ત્યારે આજે લોકસભા 2024ની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈ મોટી સંખ્યામાં મતદારો મતદાન કેન્દ્રો પર પહોંચ્યા છે. અંબાજી પંથકમાં સવારે 7 કલાકેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે.
બનાસકાંઠા જિલ્લા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રેખાબેન ચોધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે સીધી ટક્કર જેવા મળી રહી છે.

આજે અંબાજીના કુંભારીયા મતદાન મથકે સવાર થીજ મતદારોની મોટી લાઈન લાગી છે. જેમાં હાલમાં સૌથી વધુ મહિલા મતદારો જોવા મળી રહી છે. તો સાથે સાથે પુરુષો પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
આદિવાસી વિસ્તાર ધરાવતો કુંભારીયા મા મતદાન માટે મતદારોમાં ભારી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્રો પર કોઇ અણબનાવ ન બને તે માટે પેરામિલેટ્રી ફોર્સ તેમજ પોલીસના જવાનો ખડેપગે તૈનાત છે. સૌ પ્રથમ મોકપોલ વોટિંગમાં બન્ને પક્ષના એજન્ટો ઉપસ્થિત છે.



