Gujarat

પાલનપુરમાં રિક્ષાચાલકની દીકરી BSFમાં જોડાઈ પિતાનું સપનું સકાર કર્યું

પાલનપુરમાં વીરબાઈ ગેટ વિસ્તારમા આવેલ એકલવ્ય નગરમાં રહેતા એક રિક્ષા ચાલકની દીકરીનાં પિતા કોરોનામા મુત્યુ પામતા માતાએ મહેનત કરીને દીકરીને ભણાવી હતી.દીકરી પણ ભણીને બીએસએફમાં પસંદગી પામી હતી.અને સોમવારે વતન પાલનપુર આવતા સ્વાગત કરાયું હતું.આમ એક દીકરીએ પિતાનું સપનું પુરું કર્યું હતું.મતાની કઠિન મહેનત બાદ દીકરીએ સિદ્ધિ હાસલ કરી હતી.

પાલનપુરમાં વીરબાઈ ગેટ વિસ્તારમાં આવેલ એકલવ્ય નગરમા રહેતા દીપકકુમાર સોલંકી(માજીરાણા)રિક્ષા ચલાવી બે બાળકોને ભણાવતા હતા.અને પોતે પોતાની દિકરી બીએસએફમાં ફરજ બજાવે એવું ઈચ્છતા હતા. પરંતુ 2020માં કોરોના કાળ દરમિયાન દીપકકુમારનું આક્સમીક અવસાન થતાં પરીવાર પર આભ તુટી પડ્યું હતું.

પિતાનું અવસાન થતાં માતાએ સખત મહેનત કરીને દીકરીને ભણાવી હતી. પિતાનું અવસાન થતાં દીકરી પ્રાચીએ પિતાનું સપનુ પૂરું કરવા પાલનપુરની કોલેજમાં સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને 2023 મા બીએસએફમાં પાસ થઈ હતી.જેઓ ટ્રેનિંગ દરમીયાન સોમવારે વતન પાલનપુર આવતા સ્વાગત કરાયું હતું.આમ એક દીકરીએ પિતાનું સપનું પુરું કર્યું હતું.પરિવાર સહિત ગામલોકોમાં ખુશી છવાઈ હતી.