શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 07-05-2024ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે અરજ કરવામાં આવી -સાળંગપુરધામની સાંભળો અરજ 7મી મે 2024 મહાદાન અન્નદાન વિશેષ દાન મતદાન, મતદાન કરવું આપણી ફરજ, ચૂકવીએ લોકશાહીનું કરજ, લોકશાહી છે, મારો વટ, સૌથી પહેલો મારો વોટ વિગેરે સ્લોગન દ્વારા લોકશાહીના પર્વમાં રાષ્ટ્રહિતમાં વોટિંગ કરવાની અરજ કરી હતી. દાદાના વિશેષ શણગાર દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.



