Entertainment

5 ફિલ્મ ફ્લોપ થતા લોકોએ કહ્યું, ‘આ એક્ટ્રેસ ના બની શકે, આજે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ’

હિન્દી સિનેમામાં ધક ધક ગર્લ તરીકે જાણીતી એક્ટ્રેસ માધુરી દીક્ષિત આજે 57 વર્ષની થઈ ગઈ છે. ઉંમરના આ તબક્કે પણ માધુરી ફિલ્મોમાં હજુ પણ એક્ટિવ છે. 2022માં માધુરી થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મજા મા’ અને નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ ફેમ ગેમ’માં જોવા મળી હતી. આ દિવસોમાં તે રિયાલિટી શો ‘ડાન્સ દીવાને 4’માં જજ તરીકે છે.

1984માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અબોધ’ સા કરિયરની શરૂઆત કરનાર માધુરીની સફર ઘણી મુશ્કેલભરી રહી હતી. એક્ટ્રેસની અનેક ફિલ્મો ફ્લોપ ગઈ અને અંતે સાઈડ રોલ આપવામાં આવ્યો. દર્શકોએ ત્યાં સુધી કહી દીધું હતું કે આ છોકરી હિરોઈન મટીરીયલ નથી. આ પછી માધુરીએ પોતાની આવડતથી અહીં સુધી પહોંચી છે.

આ જ કારણ હતું કે ‘સાજન’ ફિલ્મમાં માધુરીને સંજય દત્ત કરતાં વધુ અને માધુરીને ‘હમ આપકે હૈ કૌન’ ફિલ્મમાં સલમાન કરતાં વધુ ફી આપવામાં આવી હતી.

સુંદરતા અને ડાન્સની મિસાલ બનનાર માધુરી 90ના દાયકાની સૌથી વધુ કમાણી કરનાર એક્ટ્રેસ હતી, જેના કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. એક સમયે માધુરીની લોકપ્રિયતા એટલી હતી કે તેને બુરખો પહેરીને તેની ફિલ્મો જોવા જવું પડતું હતું.